Live Updates

સોશિયલ મીડિયા લાઈવ કરીને ટોળું ભેગું કરાયું:પાંજરાપોળ લવાતાં ઢોરની 5 ટ્રક સાથે પોલીસને રોકી ઝુબેર પઠાણ સહિત ટોળાંની કાર્યકરો સાથે ઝપાઝપી

Gujarat5/23/2026, 12:21:53 AM
સોશિયલ મીડિયા લાઈવ કરીને ટોળું ભેગું કરાયું:પાંજરાપોળ લવાતાં ઢોરની 5 ટ્રક સાથે પોલીસને રોકી ઝુબેર પઠાણ સહિત ટોળાંની કાર્યકરો સાથે ઝપાઝપી
નડિયાદથી 1020 ઘેટા-બકરા ભરેલી 5 ટ્રક જપ્ત કરાઇ હતી. જેને વડોદરા પાંજરાપોળમાં લવાતી હતી ત્યારે સોશિયલ મીડિયા પર લાઇ કરી, ટોળું ભેગું કરી રસ્તે અટકાવી સૂઇ જઇને રોકી હતી. પોલીસ સાથે જીવદયાના કાર્યકરો પણ હતાં. જો કે ટોળાંએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેને પગલે ટોળા વિરુદ્ધ જીવદયાના કાર્યકરો અને પોલીસ જવાને હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નડિયાદ રહેતા ઈન્દ્રનારાયણ ઉર્ફે રાજન ચંદ્રશેખર ત્રિપાઠી સહિત જીવદયાના કાર્યકરો પોલીસ સાથે પકડાયેલા ઘેટા-બકરા લઇ પાંજરાપોળ મૂકવા જતા હતા. શનિવારે દેણા બ્રિજ પાસે ટ્રકોને રોકાઇ હતી. જેથી ઈન્દ્રનારાયણ સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા. 5 શખસોએ પોલીસ સાથે બોલાચાલી કરી એકે વડોદરા AIMIMના પ્રમુખ ઝુબેર પઠાણ તરીકે ઓળખ આપી હતી. ઈન્દ્રનારાયણ સહિતના લોકો સાથે ઝુબેર પઠાણ, અકબર દીવાન, ફજલખાન અને સાજીદ દૂધવાલાએ ઝપાઝપી કરી ઇન્દ્રનારાયણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓ કહેતા હતા કે, ઘેટા-બકરા અમારા છે, ક્યાં લઈ જાઓ છો? તેઓએ ટ્રક પર ચઢી વાહન રોક્યા હતા. ત્યારબાદ રાજેશ ખટીક સહિત 20થી વધુ લોકો ટ્રકોની સામે સૂઈ ગયા હતા. હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારે હરણી આસપાસ વિસ્તારની પોલીસ પણ પહોંચી હતી. નડિયાદ પોલીસના ભરતભાઈ ભુરજીભાઈ સહિતના કર્મચારીઓને તેઓએ ‘ખોટા કેસ કરો છો, ગાડી આગળ લઈ જવાની નથી’ કહેતાં પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ હરણી પોલીસમાં ગુનો નોંધાયો હતો. ગોવંશની હત્યા અને તસ્કરી અટકાવવા વીએચપી ગૌરક્ષા વિભાગે રાજ્યપાલને સંબોધતું આવેદન કલેક્ટર, પોલીસ કમિશનરને આપી ગોવંશના રક્ષણ માટે કોર્ટ સ્થાપવા, ગુનાને બિનજામીનપાત્ર બનાવવા, ગૌ-મંત્રાલય શરૂ કરવા માગ કરી છે. દરેક ટ્રકમાં પોલીસ કર્મી, જીવદયાના કાર્યકર હતા, ડ્રાઈવર ઝુબેરને લોકેશન આપતો હતો પાંચ ટ્રક આગળ પોલીસનું વાહન હતું. ત્યારે પાંચેય ઘેટા-બકરા ભરેલા ટ્રકમાં ડ્રાઈવર ઉપરાંત જીવદયાના કાર્યકર, પોલીસ કર્મી પણ બેઠા હતા. ત્યારે હાલ ટ્રક ક્યાં પહોંચ્યા તેનું લોકેશન ઝુબેર સહિતના લોકોને ડ્રાઈવર આપતો હોવાનું જાણવા મળ્યું હતું. દેણા પાસે પોલીસ વાહન આગળ નીકળી જતા સામેથી રોંગ સાઈડ ઝુબેર, અકબરે કારે હાઈવે પર આડી કરી દઈ ટ્રક રોકી દીધા હતા. ઘેટા-બકરાને ખેડા છોડી વડોદરા મોકલાતા વિવાદ થયો હતો. ઝુબેર સહિતના લોકોએ સોશિયલ મીડિયામાં લાઇવ કરીને ટોળાને અકત્રિત કર્યું હતું. પોલીસે બે ગુના નોંધ્યા છે, સીસીટીવીની તપાસ ચાલુ છે પોલીસે બે જુદા-જુદા ગુના નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓ ક્યાંથી આવ્યા હતા અને કોના સંપર્કમાં હતા, તે સહિતની બાબતોની તપાસ કરાઈ રહી છે. પોલીસ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. > એ.જે. પાંડવ, ઇન્ચાર્જ પીઆઈ, હરણી પોલીસ સ્ટેશન
Read Original Article →