વાયરસ:શહેરમાં આફ્રિકન વેપારીમાં શંકાસ્પદ ઈબોલા મળતાં અમદાવાદ ખસેડાયા,એક્સપ્રેસ હોટલમાં રોકાયા હતા
રાજ્યનો સૌ પ્રથમ શંકાસ્પદ ઈબોલાનો કેસ વડોદરામાં મળતાં રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલા 3 બિઝનેસમેનમાંથી એકે તાવની ફરિયાદ કરતા બેંકર્સ હૉસ્પિટલમાં લઈ જવાયા હતાં. જોકે બિઝનેસમેન આફ્રિકન હોવાથી હૉસ્પિટલે આરોગ્ય તંત્રને જાણ કરી અમદાવાદ સિવિલમાં ખસેડ્યા છે. તેમના 2 મિત્રો અને બેંકર્સ હોસ્પિટલના તબીબ આઈસોલેશનમાં છે. મંગળવારથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇબોલાને પગલે સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો મંગળવારે રાજ્યનો પ્રથમ શંકાસ્પદ ઈબોલા વાયરસનો કેસ વડોદરામાંથી મળતાં રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આફિક્રન કોંગોનો બિઝનેસમેન થોડા સમય પહેલા મુંબઈથી વડોદરા આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રે તાવની તકલીફ સાથે તેને બેંકર્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલ તંત્રે સતર્કતાના ભાગરૂપે બુધવારે વહેલી સવારે આરોગ્ય વિભાગને જાણ કરીને દર્દીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં આ દર્દીના સેમ્પલ લઈને ટેસ્ટ માટે પૂણે મોકલી દેવામાં આવ્યા છે. 18 મે થી 26મી સુધી મુંબઇથી વડોદરા ફર્યો દર્દીની ક્લિનિ-કલ પરિસ્થિતિ આફ્રિકામાં વધુ જોવા મળતા ઈબાલોના લક્ષણ દર્દીના સેમ્પલ પૂણે મોકલી દેવામાં આવ્યા છે
ઈબોલાનો શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મીડિયાને જણાવ્યું છે કે, ગભરાવવાની જરૂર નથી. દર્દીના લોહીના સેમ્પલ પૂણે મોકલી દેવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીની સાથે તેના 2 મિત્રો અને તબીબને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હજૂ આ દર્દીને ઈબોલા છે તેવું ફલિત થયું નથી. દર્દી કોને મળ્યો? ક્યાં ફર્યો તેની શોધ આરંભાઇ
દર્દી વડોદરાની હૉટલમાં 5 દિવસ રોકાયો હતો. જેથી આરોગ્ય વિભાગે દર્દી હૉટલમાં કોના સંપર્કમાં આવ્યો તેનું લિસ્ટ બનાવવાની શરૂઆત કરી છે. ઉપરાંત તે શહેરમાં કોને-કોને મળ્યો હતો અને ક્યાં-ક્યાં ફર્યો હતો જેવી તમામ વિગતો લેવામાં આવી રહી છે. હાલમાં પાલિકા દ્વારા સંપર્ક ટ્રેસિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં શંકાસ્પદ દર્દી મળશે તો અમદાવાદ મોકલાશે
ઈબોલા માટેના સેન્ટર અમદાવાદ અને સુરતમાં બન્યાં છે. હાલમાં અમારી પાસે ઈબોલાને લઈને કોઈ ગાઈડલાઈન સરકાર તરફથી આવી નથી. જો અમારી પાસે કોઈ શંકાસ્પદ દર્દી આવશે તો તેને અમદાવાદ અથવા સુરત મોકલી દેવામાં આવશે > ડૉ.રંજન ઐયર, સુપરિન્ટેન્ડેન્ટ, SSG બેંકર્સમાં દર્દીની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી
અમારી પાસે મોડી રાત્રે દર્દી આવ્યો હતો. જેથી માનવતાના ધોરણે અમે તે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. દર્દીની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જોકે દર્દી વિશે અમારી પાસે માહિતી નથી. બુધવારે સવારે અમે આરોગ્ય વિભાગને જાણ કરીને અમદાવાદ મોકલી દેવામાં આવ્યો છે. > ડૉ દર્શન બેંકર, બેંકર્સ હૉસ્પિટલ
Read Original Article →