સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા આજે યોજાશે

Gujarat4/12/2026, 4:16:11 AM
સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા આજે યોજાશે
સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 12 એપ્રિલ, 2026, રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેરી, સૈયદપુરા, સુરત ખાતે યોજાશે. કાર્યક્રમ અનુસાર, યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે થશે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવામાં આવશે અને યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 6:00 કલાકે કરાશે. રાત્રે 8:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવચંડી યજ્ઞમાં પચ્ચીસ યુગલો પૂજન-અર્ચન કરશે. આયોજકો છેલ્લા છ વર્ષથી આ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ સમાજના લોકોને સનાતન ધર્મનું પાલન કરવા એકત્ર કરવાનો, બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનો અને સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે. આયોજકો દ્વારા સમગ્ર સમાજને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →