મકરપુરા ગામમાં રહેતી મહિલાનો આપઘાત:પરિણિતાએ બેડરૂમમાં પંખે ઓઢણી બાંધી ફાંસો ખાધો

Gujarat4/9/2026, 12:35:40 AM
મકરપુરા ગામમાં રહેતી 22 વર્ષીય પરિણિતાએ તેના બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી પરિવાર પરિણિતાને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાબતે મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. લગ્નના 4 વર્ષ બાદ પરિણિતાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. ગામના પટેલ ફળીયામાં રહેતા 22 વર્ષીય હેમુના લગ્ન 4 વર્ષ પહેલા હર્ષ પટેલ સાથે થયા હતા. મંગળવારે બપોરે 1 વાગ્યાના અરસામાં હર્ષ ઘરે આવ્યો ત્યારે હેમુ ઘરમાં ન દેખાતા તે બેડરૂમમાં જોવા ગયો હતો. જ્યાં હેમુએ પીળા રંગની ઓઢણી પંખા પર બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતદેહને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા છતાં ટૂંકી સારવાર બાદ હેમુનું મોત થયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને તેના પિયર પક્ષને સોંપ્યો હતો. પોલીસે સાસરી અને પિયર પક્ષના તમામ સભ્યોના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. જોકે હેમુના પિયર તરફથી કોઈ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા નથી.
Read Original Article →