સાયબર ઠગોનો વધુ શિકાર:શેર બજારમાં રોકાણના બહાને સોફ્ટવેર ઇજનેર સાથે 43.16 લાખની છેતરપિંડી
શહેરમાં સાયબર ઠગોએ વધુ એક શિક્ષિત નાગરિકને નિશાન બનાવ્યો છે. વાઘોડિયા રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય તરુણ બાબુલાલ તિવારી સાથે શેરબજારમાં રોકાણના નામે 43 લાખની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ ફેસબુક પર સ્ટોક ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ હતી, જેના પર ક્લિક કરતા તેઓ વૉટ્સઅપ ગ્રુપમાં જોડાયા હતા. ગ્રુપ એડમિન સીયા વર્માએ તેમને વધુ નફાની લાલચ આપી શંકાસ્પદ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઠગોએ ફરિયાદીને 2.02 લાખનું રિફંડ પણ આપ્યું હતું. ત્યારબાદ,ડીએમએ એકાઉન્ટ અને આઈપીઓ સબસ્ક્રિપ્શનના બહાને ફરિયાદી પાસેથી કુલ 45.18 લાખ પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીએ પૈસા ઉપાડવાની માંગ કરી, ત્યારે ઠગોએ બ્રોકરેજ અને ટેક્સના નામે વધુ 20.94 લાખની માંગણી કરી ખોટા દસ્તાવેજો મોકલ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સોફ્ટવેર એન્જિનિયરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ તેમણે વડોદરા સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને IT એક્ટની કલમો નોંધીને તેના હેઠળ તપાસ હાથ ધરાઇ છે. રોજનો 5થી 10% નફાની જાહેરાત ઠગાઇની જાળ વાઘોડિયા રોડના ઇજનેરે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઇ ક્લિક કરતાં ઠગાઇ સિયા વર્મા નામની એડમિને વૉટ્સઅપ ગ્રૂપમાં જોડી એપ્લિકેશન થકી નાણાં ભરાવ્યાં
Read Original Article →