દીકરીઓને મળશે લાભ:સામાજિક કાર્યકરની ઝુંબેશ, 10 હજાર દીકરીઓની 1 કરોડની સ્કૂલ ફી ભરશે

Gujarat5/20/2026, 12:00:00 AM
દીકરીઓને મળશે લાભ:સામાજિક કાર્યકરની ઝુંબેશ, 10 હજાર દીકરીઓની 1 કરોડની સ્કૂલ ફી ભરશે
સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા ચાલુ વર્ષે જરૂરિયાતમંદ પરિવારની રૂા.1 કરોડની સ્કૂલ ફી ભરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એક દીકરીની રૂ.1000 લેખે કુલ 10 હજાર દીકરીની ફી ભરાશે. સામાજિક કાર્યકર્તા દ્વારા 19 મેના રોજ 71 દીકરીની સ્કૂલ ફીનો ચેક, સ્કૂલ બેગ તેમજ વોટર બેગ આપીને આ સેવા કાર્યની શરૂઆત કરી હતી. નિશિતા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સૂત્ર અંતર્ગત છેલ્લા 16 વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની સ્કૂલ ફી ભરે છે. છેલ્લા 16 વર્ષમાં 57 હજાર દીકરીઓની રૂા.6.54 કરોડ સ્કૂલ ફી ભરી છે. જે વિદ્યાર્થીનીઓ ભણવામાં હોંશિયાર છે તેવી દીકરીઓની ફીની જવાબદારી પણ નિશિતા દ્વારા લેવામાં આવે છે. કોલેજમાં ભણતી વિદ્યાર્થીનિઓને પણ ફી આપવામાં આવે છે. દાતા પાસેથી મળેલા ચેક સીધા સ્કૂલમાં જમા કરાવું છું હું દાતાઓ પાસેથી મળેલા ચેક સીધા સ્કૂલમાં વિદ્યાર્થિનીઓની ફી પેટે જમા કરાવું છે.જેથી દાતાઓને તેઓ કઈ દીકરીને ભણાવે છે તેની માહિતી પણ મળી રહે છે.દાતાઓના સહકારથી જ આ સેવા કાર્ય સિદ્ધ થાય છે. > નિશિતા રાજપૂત, સામાજિક કાર્યકર્તા એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને રોજ ટિફિન સર્વિસ પણ અપાય છે સામાજિક કાર્યકર્તા દ્વારા વડોદરામાં એકલવાયું જીવન જીવતા જરૂરિયાતમંદ અને 60 વર્ષની ઉપર અશક્ત વૃદ્ધોને રોજ ટિફિનની સેવા નિ:શુલ્ક આપવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગ ભાઈ-બહેનોને દર અમાસે અનાજની સેવા તેમજ ધાર્મિક તહેવારે દીકરીઓ સાથે ઉજવણી અને તેમને ભેટ પણ આપવામાં આવે છે. 71 દીકરીની સ્કૂલ ફી ભરી શરૂઆત કરી સ્કૂલ બેગ અને વોટર બેગ પણ અપાઈ
Read Original Article →