નકલી બિલ બનાવી કૌભાંડ:સ્નેહ હોસ્પિટલે દર્દી-ડૉક્ટરના નકલી કાગળોથી 3 ઇન્સ્યોરન્સ કંપનીને 6.24 લાખનો ચૂનો ચોપડ્યો
તાંદલજાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેડિક્લેમ કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલે 3 દર્દીના નામે સારવારના ખોટા કાગળો આપી ઈન્સ્યોરન્સ કંપની પાસેથી 6.24 લાખ પડાવ્યા હતા. પ્રશાંત સુરેન્દ્ર પંવાર ફિનિક્સ ઈન્સ્યોરન્સમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપની મેડિક્લેમ ઈન્વેસ્ટિગેશનનું કામ કરે છે. આ કંપની દ્વારા આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ અને હેલ્થકેર ઈન્સ્યોરન્સ કંપનીના ક્લેમનું ઈન્વેસ્ટિગેશન કરાય છે. આ ત્રણેય કંપનીઓ સાથે સ્નેહ હોસ્પિટલ એન્ડ આઈસીયુના કેશલેસ સારવાર માટે કરાર છે. આ હોસ્પિટલે મેડિક્લેમ પાસ કરાવવા સારવારના ખોટા કાગળો, ડિસ્ચાર્જ સમરી, ડોક્ટરની ખોટી નોંધ, ખોટા ટ્રીટમેન્ટ ઓર્ડર અને ફાર્મસીના નકલી બિલ બનાવી 6.24 લાખનો ક્લેમ પાસ કરાવ્યો હતો. કંપની તપાસમાં બહાર આવ્યું કે જે 3 દર્દીઓ દર્શાવવામાં આવ્યા હતા તે રાજ્ય બહારના હતા અને તેમની સારવાર ડૉ.અક્ષિત પટેલે કરી હોવાનું દર્શાવાયું હતું. જોકે, આ દર્દીઓ અને ડૉક્ટર ક્યારેય હોસ્પિટલ આવ્યા જ નહોતા. આ મામલે જે.પી.રોડ પોલીસે સંચાલકો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કૌભાંડનો ભાર સામાન્ય વીમા ધારકના માથે આવે છે અંતે સમગ્ર ભાર સામાન્ય વીમા ધારકના માથે આવે છે. કૌભાંડને કારણે વીમા કંપની ખોટમાં જાય છે, વીમા કંપની આઈઆરડીએને રજૂઆત કરે છે. ત્યારબાદ તે પ્રિમિયમ વધારવા છૂટ મેળવે છે. આ ગંભીર બાબત છે. > ડૉ. રશ્મિકાંત પટેલ, રાજ્ય પ્રમુખ, હેલ્થ ઈન્સ્યોરન્સ ઈન્વેસ્ટિગેશન એજન્સી હોસ્પિટલના સંચાલક કે કર્મચારીની સંડોવણી આ મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે. તપાસમાં હોસ્પિટલના સંચાલકો અથવા અન્ય કર્મચારીની સંડોવણી બહાર આવશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે > એચ.એન.બારીયા, પીઆઇ, જે.પી.રોડ ખોટી ડિસ્ચાર્જ સમરી, ડોક્ટરના ખોટાં નોંધ-ટ્રીટમેન્ટ ઓર્ડર અને ફાર્મસીનાં નકલી બિલ બનાવી કૌભાંડ ડૉ.અક્ષિત ક્યારેય સ્નેહ હોસ્પિટલમાં આવ્યા નથી ડૉ.અક્ષિત પટેલ અમદાવાદની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ઈન્સ્યોરન્સની લીગલ ટીમ તેમના સુધી પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે ડૉ.અક્ષિત પટેલ ક્યારેય સ્નેહ હોસ્પિટલમાં આવ્યા નથી. તે દર્દીઓને પણ જાણતા નથી અને તેમના નામનો ખોટી રીતે ઉપયોગ થયો હતો. આ અંગે તેમણે ઈન્સ્યોરન્સ કંપનીને સોગંદનામુ પણ કરી આપ્યું હતું.
Read Original Article →