દુર્લભ સંયોગ વચ્ચે મંદિરોમાં વિશેષ પૂજા-આરાધના:શનિવાર-ભરણી નક્ષત્રના સંયોગ સાથે આજે શનિ જયંતી ઊજવાશે,વાડીમાં અશ્વ સવારીનો શૃંગાર થશે
આજે વૈશાખ અમાવસ્યાના પાવન દિવસે શનિ જયંતી ઊજવાશે. આ વર્ષે વિશેષ સંયોગ એ છે કે આ દિવસે શનિવાર, ભરણી નક્ષત્ર, સૌભાગ્ય યોગ અને અમાવસ્યાનો અદભુત મેળાપ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવા સંયોગો અત્યંત દુર્લભ માનવામાં આવે છે.શનિદેવ કર્મફળના દાતા અને ન્યાયના દેવતા ગણાય છે. જ્યોતિષાચાર્ય સત્યમ જોષી મુજબ આ દિવસે કરેલું જપ, તપ, દાન, પિતૃ તર્પણ અને શનિ ઉપાસના અનેકગણું ફળ આપે છે. ખાસ કરીને શનિની સાડા સાતી, ઢૈયા અથવા જન્મકુંડળીમાં પીડિત શનિ હોય એવા જાતકો માટે આ દિવસ કલ્યાણકારી રહેશે. ભરણી નક્ષત્ર યમના અધિપત્ય હેઠળ આવતું હોવાથી કર્મ અને જીવનના ગૂઢ વિષયો સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. શનિ જયંતી સાથે ભરણી નક્ષત્રનો સંયોગ કર્મફળની ગતિને વધુ સક્રિય બનાવશે. સૌભાગ્ય યોગ શુભ કાર્ય, દાન, પૂજા અને આધ્યાત્મિક અનુષ્ઠાન માટે ઉત્તમ માનવામાં આવે છે. વાડી શનિ મંદિરમાં શરણાઇથી મંદિરના કપાટ ખૂલશે. જ્યારે સાંજે ભગવાનને 7 અશ્વના રથ સાથેનો શૃંગાર કરાશે અને કાચના બંગલાના વર્કનું ડેકોરેશન કરાશે. જ્યારે હરણી હનુમાનજી મંદિરે સ્થાપિત શનિદેવની અઢી ફૂટની પ્રતિમાને પ્રથમ વખત પિત્તળ પર સુવર્ણનો ઢોળ ચઢાવી આંગી કરઆશે. ભગવાન શનિ મહારાજના હાથી પર સવારીના દર્શન થશે. શહેરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો શનિ મંદિર, વાડી આજે કોણે-શું કરવું જોઈએ? ભીડભંજન હનુમાન, હરણી
Read Original Article →