કુખ્યાત બુટલેગરના રિમાન્ડ મંજૂર:સિંધી ગેંગના કુખ્યાત બૂટલેગર મનોજ પાપડના સાત દિવસના રિમાન્ડ મંજૂર
શહેરમાં મોનિટરિંગ સેલ દ્વારા પડાયેલા બે દરોડામાં સિંધી ગેંગની સંડોવણી બહાર આવી હતી, જેમાં એક દરોડા દરમિયાન કુખ્યાત મનોજ પાપડ સ્થળ ઉપરથી ઝડપાયો હતો ,ત્યાર બાદની તપાસમાં લાલુ સિંધી, સુનિલ અદો અને મનોજ લાંબા સમયથી શહેરમાં દારૂ સપ્લાય કરતાં હોવાનું બહાર આવ્યું હતું. ગેંગ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું . સંગઠિત ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ‘ગુજસીટોક’ની કડક કાર્યવાહી અંતર્ગત ઝડપાયેલા કુખ્યાત આરોપી મનોજ ઉર્ફે પાપડને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટે આરોપીના આગામી તારીખ 21 મે એટલેકે 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપી મનોજ ઉર્ફે પાપડ સામે દારૂની મોટાપાયે હેરાફેરી , હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને જમીન પચાવી પાડવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સંગઠિત ગુનાખોરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને નાણાકીય લેણદેણની તપાસ કરવા માટે આરોપીની કસ્ટડી અનિવાર્ય છે.એમ જણાવતા અદાલતે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાસ્કર ઇનસાઇડ
શેરબ્રોકરનું કામ કરતો મનોજ દારૂનો સપ્લાયર બન્યો
દારૂનો મોટો સપ્લાયર મનોજ પાપડ 2011 માં ઝવેરી સીકયુરીટીઝ NSE-BSE શેર ટ્રેડીંગ ફર્મની ફ્રેચાઇસી ઝ રાખી બ્રોકર તરીકે ધંધો કરતો હતો. આ ધંધામાં ખોટ જતા ટ્રેન અથવા બસમાં દમણ ખાતે જાતે જઇ શીતલ વાઇન્સ વિદેશી દારૂના બાર પરથી દોઢ-બે પેટી વિદેશી દારૂ ભરી લઇ આવતો હતો . દારૂના ધંધામાં કમાણી જોઈ બાદમાં સિંધી ગેંગ સાથે જોડાયો હતો .આરોપી મનોજ પાપડ અગાઉ શેર બ્રોકરનુ કામ કરતો હતો જેમા નુકશાન જતા ધંધો બંધ કરી બહારના રાજયમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી, રાખી ,વેચાણ કરવાની પ્રવૃતી કરતો હતો
Read Original Article →