પોલીસની આચાર સંહિતા:11 ચેકપોસ્ટ પર બંદોબસ્ત,25% હથિયાર જમા લેવાયાં
પાલિકાની ચૂંટણીને પગલે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કમિશનરે આદેશ આપ્યા છે કે, ચૂંટણીમાં ખલેલ પહોંચાડનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી થશે. જ્યારે ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની અટકાયત કરાશે. રાજ્ય પોલીસ વિભાગમાં થયેલી બદલી બાદ હાજર થયેલા નવા 26 પીઆઇ સહિતના કર્મી સાથે કમિશનરે સંવાદ કર્યો હતો. જેમાં આચારસંહિતાનું પાલન કેવી રીતે કરાવવું અને મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા કેવી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ વધારવા કહ્યું હતું. ચૂંટણી સુરક્ષાના મુખ્ય પાસાઓ શસ્ત્ર જપ્તી : અત્યાર સુધીમાં 25% થી વધુ લાઇસન્સવાળાં હથિયારો પોલીસ દ્વારા જમા લેવાયાં. ચેક પોસ્ટ: શહેરનાં વ્યૂહાત્મક સ્થળો પર 11 નવી ચેક પોસ્ટ્સ 24 કલાક કાર્યરત. વિશેષ ડ્રાઇવ: દારૂની હેરાફેરી અને ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ કરનારાઓ સામે કડક ઝુંબેશ. પેટ્રોલિંગ: સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ કુમક અને ફૂટ પેટ્રોલિંગમાં વધારો. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ સાંખી નહીં લેવાય
આચાર સંહિતાના અમલ માટે દરેક પીઆઇને સૂચના અપાઈ છે. સભા-રેલીના બંદોબસ્ત અંગે ચર્ચા થઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં કોઇની પણ ખલેલ સાંખી નહીં લેવાય. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
Read Original Article →