સાવલી પોલીસે બાઈક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો:પોલીસે મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા

Gujarat4/9/2026, 2:26:19 PM
સાવલી પોલીસે બાઈક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો:પોલીસે મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા
વડોદરા ગ્રામ્ય પોલીસની સાવલી પોલીસ સ્ટેશનની ટીમે બે બાઈક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ મામલે પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને ચોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી સાવલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ચૌહાણ અને ટીમે બાતમીના આધારે શંકાસ્પદ લાગતા બંને આરોપીઓને ઝડપી પૂછપરછ કરી ત્યારે તેઓએ ગુનાઓની કબૂલાત આપી હતી. સાવલી પોલીસ મથકમાં આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોધાઈ હતી જેમાં આ બંને ચોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે બાઈક કબજે લેવામાં આવી આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી ફિરોજભાઈ ઈસુબભાઈ મલેક ( ઉંમર 30 વર્ષ, રહે. વાંકાનેર, તા. સાવલી, જિ. વડોદરા) અને સલીમભાઈ ઈબ્રાહીમભાઈ મલેક (ઉંમર 38 વર્ષ , રહે. વાંકાનેર, તા. સાવલી, જિ. વડોદરા)ને ઝડપી બે બાઈક કબજે લેવામાં આવી છે.
Read Original Article →