સાવલી-મુવાલ રોડ પર ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત:3 ઈજાગ્રસ્ત, એક્સિડન્ટ બાદ ડ્રાઇવર ફરાર; રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો

Gujarat5/23/2026, 11:09:26 AM
સાવલી-મુવાલ રોડ પર ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત:3 ઈજાગ્રસ્ત, એક્સિડન્ટ બાદ ડ્રાઇવર ફરાર; રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો
વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં આજે(23 મે) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાવલી-મુવાલ રોડ પર આવેલા બેઠક મંદિર પાસે રિક્ષા અને હાઇવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક્સિડન્ટ બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રાફિક જામ ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે સાવલી-મુવાલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી શરૂ કરી હતી અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. કારે ટક્કર મારતા બે યુવક 100 ફૂટ ફંગોળાયા વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર 16 મેની મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક્ટિવામાં સવાર બે યુવકને પૂરપાટ ઝડપે આવતી કારે એટલી ભયાનક ટક્કર મારે છે કે એક્ટિવા ભમરડાની જેમ ફરવા લાગે છે અને યુવકો સાથે 100 ફૂટ દૂર ફંગોળાય છે. જે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર યુ-ટર્ન લઈ રહેલા કારચાલકે બુલેટસવાર બે યુવકોને ઉડાવ્યા 16 મે, 2026એ વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર બુલેટ સવાર બે યુવકોને વળાંક લેતી કારના ચાલકે જોરદાર ટક્કર મારતા બંને યુવકો રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે માનવતા દાખવવાના બદલે વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વિગતવાર વાંચો સમાચાર ગુજરાતના સૌથી લાંબા અટલબ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત 8 મે, 2026એ ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ગોત્રી તરફ જતી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર બ્રિજની દિવાલ સાથે અથડાયા બાદ બીજી કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વિગતવાર વાંચો સમાચાર
Read Original Article →