9 પ્રકારની ગંભીર કટોકટી સમયે શું કરવું?:RTO કચેરીએ ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ, 50થી વધુ અરજદારોને CPRની સમજ અપાઈ; મદદ કરનારને ₹25,000 સુધીના પુરસ્કારની જોગવાઈ

Gujarat5/27/2026, 7:28:21 AM
9 પ્રકારની ગંભીર કટોકટી સમયે શું કરવું?:RTO કચેરીએ ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ, 50થી વધુ અરજદારોને CPRની સમજ અપાઈ; મદદ કરનારને ₹25,000 સુધીના પુરસ્કારની જોગવાઈ
માર્ગ અકસ્માત કે અન્ય તબીબી કટોકટી (Medical Emergency)ના સમયે દર્દીને હોસ્પિટલ પહોંચાડતા પહેલાં અપાતી પ્રાથમિક સારવાર તેનું જીવન બચાવવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ગ્રાન્ટ હેઠળ 'ઇન્ડિયા ઇએમએસ' (India EMS) પ્રોજેક્ટ દ્વારા આરટીઓ કચેરી ખાતે એક વિશેષ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આરટીઓ સ્ટાફ અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા 50થી વધુ નાગરિકોને કટોકટીના સમયે પ્રાથમિક સારવાર અને સીપીઆર આપવા અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 9 પ્રકારની ગંભીર કટોકટી અંગે અપાઈ તાલીમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અર્જુન ચૌહાણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અકસ્માત સમયે ઘટનાસ્થળે સૌથી પહેલા હાજર રહેતા લોકોને 'ફર્સ્ટ રિસ્પોન્ડર્સ' તરીકે તૈયાર કરવાનો છે. તાલીમ દરમિયાન મુખ્યત્વે 9 પ્રકારની ગંભીર કટોકટીની સ્થિતિઓ જેવી કે હાર્ટ-એટેક (છાતીમાં અચાનક દુખાવો), બ્રેઈન સ્ટ્રોક (લકવો) કે માર્ગ અકસ્માત જેવી પરિસ્થિતિઓમાં સામાન્ય નાગરિક તરીકે કઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ તેની સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. મદદ કરનાર 'ગુડ સેમેરીટન' ને ₹25,000 સુધીનું ઈનામ ઘણીવાર લોકો પોલીસ કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયાના ડરથી અકસ્માતના ભોગ બનેલા લોકોને મદદ કરવાનું ટાળતા હોય છે. આ ડર દૂર કરવા માટે તાલીમમાં વર્ષ 2016થી અમલી બનેલા 'ગુડ સેમેરીટન લો' (Good Samaritan Law) વિશે ખાસ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાયદા હેઠળ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકને પોલીસ કે હોસ્પિટલ દ્વારા હેરાન કરવામાં આવતા નથી અને તેની ઈચ્છા વગર ઓળખ પણ જાહેર કરાતી નથી. વધુમાં, મદદ કરનાર નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ₹5000થી લઈને ₹25000 સુધીની પ્રોત્સાહક રકમ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવે છે. મેડિકલ ઈમરજન્સી માર્ગદર્શિકા: શું કરવું અને શું ન કરવું (તાત્કાલિક મદદ માટે હંમેશા 108 ડાયલ કરો) 1. માર્ગ અકસ્માત 2. દાઝી જવું (STOP પદ્ધતિ) 3. હાડકાનું ફ્રેક્ચર (RICER પદ્ધતિ) 4. હાર્ટ એટેક
Read Original Article →