ઠગાઈ:પેન્શન માટે હયાતીના દાખલાનું કહીને નિવૃત્ત બેંક મેનેજરના 10 લાખ ઠગ્યા

Gujarat4/13/2026, 1:01:45 AM
શહેરમાં સાયબર ગુનેગારોએ ઠગાઇની વધુ એક નવી પદ્ધતિ અપનાવી નિવૃત્ત બેંક મેનેજરને નિશાન બનાવી તેમના ખાતામાંથી 10 લાખની રકમ પડાવી લીધી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે. હાલમાં પેન્શન ધારકોને લાઇફ સર્ટિફિકેટ (હયાતીનો દાખલો) જમા કરાવવા માટે સરકારે જણાવ્યું છે. જેમાં હવે ઓનલાઇન પ્રમાણ પત્ર જમા કરાવવાની સુવિધા પણ આપવામાં આવી છે. પરિણામે સૂસેન તરસાલી રોડ ઉપર રહેતા 65 વર્ષીય પરેશ નરહરિપ્રસાદ પંડ્યા જેઓ બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજર છે તેમણે પેન્શન મેળવવા માટે દર વર્ષની જેમ ઓનલાઇન લાઇફ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું હતું. એના થોડા સમય બાદ તેમને મોબાઈલ પર કોલ આવ્યો હતો. અને જણાવ્યું હતું કે વેરિફિકેશન માટે બીજો કોલ આવશે તેમાં પ્રક્રિયા પૂર્ણ થશે એ બહાને વોટ્સએપ પર વીડિયો કોલ આવશે એમ જણાવ્યું હતું. બાદમાં અન્ય નંબર ઉપરથી વીડિયો કોલ કરી ફરિયાદીને તેમની મોબાઈલ સ્ક્રીન શેર કરવા લલચાવ્યા હતા. આ દરમિયાન, BOB Life Certificate Update.apk નામની એક જોખમી ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. સ્ક્રીન શેરિંગ ચાલુ હોવાથી આરોપીઓએ ફરિયાદીના બેંક વ્યવહાર ઉપર નિયંત્રણ મેળવી લીધુ હતું. વિડિઓ કોલ ચાલુ હતો એ દરમ્યાન ફરિયાદીને છેતરીને તેમના બે અલગ-અલગ ખાતાઓમાંથી 5 લાખ લેખે કુલ 10 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસે મથકે પરેશ ભાઈ પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવી દીધી હતી. જેને પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી બેંક ખાતાની વિગતોના આધારે ભેજાબાજોની તપાસ હાથ ધરી છે. જોખમીAPK ફાઈલ શું છે?
Read Original Article →