દવાઓની અસર:એન્ટીબાયોટિક દવાઓની અસર કેમ ઘટી રહી છે તેના પર સંશોધન કરાયું

Gujarat5/20/2026, 12:00:00 AM
દવાઓની અસર:એન્ટીબાયોટિક દવાઓની અસર કેમ ઘટી રહી છે તેના પર સંશોધન કરાયું
જીએસએફસી યુનિ.માં એન્ટીબાયોટિક દવાઓની અસર ઘટવા પર એક મહત્વનું સંશોધન કરાયું છે. યુનિવર્સિટીના લાઇફ સાયન્સિસ વિભાગના પ્રોફેસરો દ્વારા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ પર કરાયેલું આ રિસર્ચ આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થયું છે. લાઇફ સાયન્સિસ વિભાગના પ્રો. દેવજાની બેનર્જી એન્ટીબાયોટિક દવાઓ સમય જતાં કેમ અસરકારક રહેતી નથી, તે વિષય પર સંશોધન કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ રિસર્ચ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોની ટીમ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અને કેન્સર જેવા ગંભીર વિષયો પર અભ્યાસ કરી રહી છે. આ સંશોધન અસરકારક ચેપ નિયંત્રણ, સમાજહિત માટે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃતિ લાવવી, નવીન એન્ટીબાયોટિક સંયોજનની વ્યૂહરચનાઓ વિકસાવવી તેમજ કમ્પ્યુટેશનલ અભ્યાસ દ્વારા દવાઓ પ્રત્યેની પ્રતિકાર પ્રક્રિયાને સમજવા પર કેન્દ્રિત છે. દર્દીઓના નમૂના પરથી નવા પ્રકારના કેન્સર મોડેલ્સ વિકસાવાયા, જેથી સારવાર વધુ અસરકારક બનાવી શકાશે ડૉ. અખિલેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર્દીઓના નમૂનાઓ પરથી નવા પ્રકારના કેન્સર મોડેલ્સ વિકસાવી રહી છે, જેના કારણે કેન્સરની સારવાર વધુ અસરકારક અને ચોક્કસ બનાવી શકાય. પ્રયોગશાળા એન્ડોક્રાઇન કેન્સરમાં જોવા મળતા સારવાર પ્રત્યેના પ્રતિરોધ અને મેટાબોલિક પરિવર્તન જેવા મહત્વના પડકારો પર સંશોધન કરી રહી છે. અદ્યતન અણુસ્તરીય અને કોષીય અભિગમો દ્વારા રોગની પ્રગતિ અને સારવારથી બચાવમાં સંકળાયેલા મહત્વના મોલિક્યુલર માર્ગોની ઓળખ કરવામાં આવી છે. આ શોધોને અત્યારે અદ્યતન પ્રયોગાત્મક માધ્યમો દ્વારા વધુ વૈજ્ઞાનિક ચકાસણી હેઠળ રાખવામાં આવી છે. સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીઓ પર સ્ટેમ સેલ્સના કાર્ય પર પણ રિસર્ચ કરાયું જીએસએફસી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને આર એન્ડ ડી સેલના એસોસિએટ ડીન ડૉ. અખિલેશ પ્રજાપતિ, કેન્સર સંશોધનના ક્ષેત્રમાં મહત્વનું કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીઓ પર તેમનું સંશોધન કેન્દ્રિત છે. ડૉ. પ્રજાપતિ અને તેમની ટીમ કેન્સર કોષો શરીરમાં ઊર્જા કેવી રીતે વાપરે છે, કેન્સર સ્ટેમ સેલ્સ કેવી રીતે કામ કરે છે, દવાઓ કેમ અસર કરતી બંધ થાય છે અને નવી દવાઓ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે અભ્યાસ કરે છે. ડો. અખિલેશ પ્રજાપતિ અધ્યાપક GSFC યુનિ. ડો. દેવજાની બેનર્જી અધ્યાપક GSFC યુનિ. લાઇફ સાયન્સિસ વિભાગના પ્રોફેસરોનું રીસર્ચ આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થયું સંશોધનના મુખ્ય કેન્દ્રબિંદુઓ } ચેપ નિયંત્રણ અને જાગૃતિ: સમાજમાં એન્ટીબાયોટિક દવાઓનો અંધાધૂંધ વપરાશ અટકે અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃતિ લાવવી. } નવીન વ્યુહરચના: કમ્પ્યુટેશનલ અભ્યાસ દ્વારા દવાઓ સામે બેક્ટેરિયા કેવી રીતે પ્રતિકાર શક્તિ મેળવે છે તે પ્રક્રિયા સમજવી અને નવી દવાઓ વિકસાવવી. } સહયોગી સંશોધન: આ પ્રોજેક્ટ માટે તેમણે વડોદરા, ગાંધીનગર અને રાજ્યની વિવિધ મેડિકલ તેમજ સંશોધન સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે.
Read Original Article →