ધી વિસ્ટા રેસીડેન્સીનું રેરા રજિસ્ટ્રેશન રદ:અગાઉ બાંધકામ પરવાનગી રદ થઈ હતી

Gujarat5/28/2026, 12:00:00 AM
ફતેગંજમાં આવેલી ધી વિસ્ટા રેસીડેન્સી સ્કીમની મંજૂરી રેરાએ રદ કરી છે. અગાઉ પાલિકા દ્વારા આ બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરાઈ હતી. જ્યારે બે વર્ષ અગાઉ આ કરોડોની જમીનની માલિકીના વિવાદમાં બાંધકામ સામે મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. ફતેગંજની જમીનના માલિક દૌલત બહેરામજી કોન્ટ્રાકટર હતા. આ જમીન 2001માં સુધાબેન.જે.પટેલને રજીસ્ટર્ડ લેખથી બક્ષિસ આપી હતી. જેની સિટી સર્વેમાં નોંધ કરવામાં આવી હતી. આ નોંધ સામે માજીદખાન ઝફરૂલ્લાહખાન પઠાણ તથા દૌલત બહેરામજી કોન્ટ્રાક્ટરે સીટીએસ અપીલ દાખલ કરી હતી. જેને કલેક્ટરે નામંજૂર કરી હતી. સુધાબેને આપેલી જાહેર નોટીસમાં જણાવ્યું છે કે એ પહેલા માજીદખાન દ્વારા દૌલત બહેરામજીને લે-આઉટ પ્લાનમાં દર્શાવેલા પ્લોટો પૈકી 2માં તદ્દન ખોટો બક્ષિસ લેખ બનાવ્યો હતો અને સિટી સર્વે રેકર્ડમાં નોંધ પડાવી માલિકની ગેરહાજરીમાં જમીનમાં બનેલુ જૂનું બાંધકામ તોડી નાખ્યું હતું. બદનક્ષીના દાવાની સુનાવણી ચાલુ છે 2001થી આ જમીનની માલિકી અમારી હતી. અમે અખબારમાં જાહેર નોટિસ આપી હતી. નોટિસથી બદનામી થઈ છે. એવો આરોપ લગાવી માજિદખાને અત્રેની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેનો સમન્સ અમને મળ્યો હતો. આ ફરિયાદ રદ કરવા મેં અરજી કરી હતી. જેની સુનાવણી ચાલી રહી છે. > સુધાબેન.જે.પટેલ
Read Original Article →