જાહેરમાં મારામારી કરનારને પોલીસે દબોચ્યા:રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે જાહેરમા પીવીસી પાઈપ વડે દંડાવાળી કરી ભયનો માહોલ સર્જયો હતો
વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે જાહેર રોડ પર મારામારી કરી ભય ફેલાવનાર ચાર ઇસમોને રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં પોલીસે ચારે આરોપીને ઝડપી પાડ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાઈરલ વીડિયોના આધારે ચારેય આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી
શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે કેટલાક ઇસમો જાહેર રોડ પર પાઇપ વડે ફટકાબાજી કરી મારામારી કરી રહ્યા હતા. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ત્વરિત એક્શન લીધા હતા. રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ વીડિયોના આધારે ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો, જેમાં જાહેર માર્ગ પર પીવીસી પાઇપ વડે ફટકાબાજી કરી આતંક મચાવનાર ઇસમોનો વિડિઓ સામે આવ્યો હતો. જેમાં એક વીએમસી ગાર્ડ વચ્ચે પડી યુવકોને છોડાવવાનો પ્રયાસ કરતો નજરે પડે છે. ત્યારે આ વિડીઓ બાદ આતંક અને ભય ફેલાવનાર ચાર આરોપીઓ પોલીસના શરણે આવી ગયા હતા. પકડાયેલ આરોપીઓના નામ ૧. શહેઝાદખાન મેહબુબખાન પઠાણ (ઉં.વ. 23) રહે. ઝેબા કલેક્શનની સામે, મચ્છીપીઠ, રાવપુરા, વડોદરા શહેર. ૨. અયાઝ ઇનાયત શેખ (ઉં.વ. 23) રહે. શીયાપુરા, શીયાપુરા મસ્જિદની બાજુમાં, રાવપુરા, વડોદરા શહેર. ૩. અવીનાશ નાનજીભાઈ મેકવાન (ઉં.વ. 33) રહે. 80, રામવાડી, છાણી જકાતનાકા, છાણી, વડોદરા શહેર. ૪. રીયાઝ સોયેબભાઈ પટેલ (ઉં.વ. 19) રહે. મ.નં. 12, કરૂજી ફ્લેટ, અકોટા ગાર્ડન પાસે, મોટી મસ્જિદ, અકોટા, વડોદરા શહેર.
Read Original Article →