ઠગાઈ:જમીનના દસ્તાવેજના બહાને રેલવે કર્મચારી સાથે 1.16 લાખની ઠગાઈ

Gujarat4/6/2026, 1:23:54 AM
પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસમાં ચીફ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા બ્રિજભુષણ સચ્ચિદાનંદ ચૌબેએ જમીન વેચાણ કરવા જતા ગઠિયાએ દસ્તાવેજો બનાવી આપવાના બહાને રૂા.1.16 ખંખેરી લેતા મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બ્રિજભુષણ ચૌબે(ઉ.વ.54)ની ફરિયાદ અનુસાર, તેઓ વાઘોડિયાના રાવલ ગામે આવેલ તેમનો પ્લોટ વેચવા માંગતા હતા, જે માટે તેમણે ઓનલાઈન પોર્ટલ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈને અમદાવાદના વિશાલ ખટવાણી નામના વ્યક્તિએ પ્લોટ રૂા.1.50 કરોડમાં ખરીદવામાં રસ દાખવ્યો હતો. આરોપીએ જમીનના વેચાણ માટેના જરૂરી તમામ લીગલ દસ્તાવેજો પોતે બનાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયાના ખર્ચ પેટે આરોપીએ ફરિયાદી અને તેમની દીકરીના બેંક ખાતામાંથી જુદા-જુદા સમયે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 1,16,500 મેળવ્યા હતા. આ રકમ એમ.ડી.એન્ટરપ્રાઈઝ, હર્ષ ક્રીએશન અને હરી ટ્રેડિંગ કંપની જેવા નામો ધરાવતા ક્યુ.આર. કોડ પર મોકલવામાં આવી હતી. નાણાં મેળવ્યા બાદ આરોપીએ દસ્તાવેજો બનાવી આપ્યા નહોતા અને ફરિયાદીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આરોપીના અમદાવાદના સરનામે તપાસ કરતા ત્યાં કોઈ ઓફિસ મળી આવી નહોતી. અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બ્રિજભુષણ ચૌબેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધાવી છે. મિલકતના વ્યવહારમાં રાખવાની સાવચેતી
Read Original Article →