દબાણ શાખાનો ડર નહીં:ખંડેરાવ માર્કેટ પાછળ કેરી બજારમાં દરોડા, 25થી વધુ દુકાનનાં શટર પાડી વેપારી ભાગી ગયા,12 દુકાન સીલ

Gujarat5/23/2026, 12:08:11 AM
દબાણ શાખાનો ડર નહીં:ખંડેરાવ માર્કેટ પાછળ કેરી બજારમાં દરોડા, 25થી વધુ દુકાનનાં શટર પાડી વેપારી ભાગી ગયા,12 દુકાન સીલ
ખંડેરાવ માર્કેટ પાછળ કેરીના હોલસેલ અને રિટેલ બજારમાં ખોરાક શાખાની ટીમે દરોડા પાડતાં વેપારીઓમાં નાસભાગ મચી હતી. પાલિકાની ફુડ સેફ્ટી ટીમ ત્રાટકતાં 25થી વધુ વેપારીઓ દુકાનો ટપોટપ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. ખોરાક શાખાએ 22 દુકાનોમાં સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં 19 વેપારીને સ્થળ પર 48,500નો દંડ ફટકાર્યો હતો, જ્યારે લાઇસન્સ વગર ચાલતી અને નિયમોનું ઉલ્લંઘન કરતી 12 દુકાનોને સીલ કરાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવું અને કૃત્રિમ રીતે કેરી પકવવા વપરાતું કેલ્શિયમ કાર્બાઈડ એક પણ દુકાનમાંથી પકડાયું ન હતું. ખોરાક શાખાને એક પણ દુકાનમાંથી કેલ્શિયમ કાર્બાઇડ ન મળ્યું, 19 વેપારીઓને રૂા.48,500નો દંડ કરાયો વેપારીઓ દુકાનો બંધ કરી ભાગી ગયા તે બાબતે અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે, કેટલીક દુકાનો પાસે ફુડ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવાથી તેઓ દંડના ડરથી ભાગી ગયા હતા. જોકે વાસ્તવિકતા એ છે કે, ખોરાક વિભાગની બેદરકારીથી આ વેપારીઓ કોઈ લાઇસન્સ વિના બેખોફ ધંધો કરી રહ્યા હતા. બીજી તરફ અધિકારીઓએ બચાવ કરતાં કહ્યું કે, આ વેપારીઓ ભવિષ્યમાં લાઇસન્સ લેવા કે રિન્યુ કરાવવા આવશે ત્યારે ડબલ દંડ વસૂલાશે કે લાઇસન્સ નામંજૂર કરાશે. તંત્રની આ ઢીલી નીતિથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્ત્વોને મોકળું મેદાન મળતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. દંડ ફટકારવામાં આવેલા વેપારીઓ અને દંડની રકમ લાઇસન્સ વગર ધમધમતી દુકાનોને બંધ કરાવાઈ સાબર ફ્રૂટ સેન્ટર એસ.કે. ગ્રીન કોકોનટ ચંદુલાલ લાલચંદ સી.એન. બરોડા હરેશભાઈ ડંકાણી એસ.કે. ફ્રૂટ સુંદરલાલ ઠાકોરદાસ } લક્ષ્મણદાસ દયાળદાસ દીપકભાઈ શિસંતભાઈ ચંદાની મોતીભાઈ જેઠાનંદ ભોલેનાથ ફ્રૂટ મહાવીર ફ્રૂટ .દબાણ શાખાનો ડર નહીં,ટીમની હાજરીમાં લારીઓ ફરી ગોઠવાઈ વોર્ડ 13ની દબાણ શાખા ‘કાગળનો વાઘ’ સાબિત થઈ હતી. રોડ પર અડિંગો જમાવી ઊભેલા લારીધારકો તંત્રની ફોજ હોવા છતાં ખસ્યા ન હતા. થોડીવાર ગલીઓમાં ભરાઈ ગયેલા લારીવાળા ટીમની હાજરી હોવા છતાં ફરી ગોઠવાઈ ગયા હતા.
Read Original Article →