એમ.એસ. યુનિ.ની સ્વાયત્તા મુદ્દે સવાલો ઉઠ્યા:કોમન એક્ટ રીફોર્મ કમિટીની બેઠકમાં ડીન સહિત સભ્યોનો બળાપો, તમામ પ્રવેશ જીકાસ કેમ કરે?

Gujarat4/9/2026, 12:30:16 AM
સરકારે બે વર્ષ પહેલાં લાગુ કરેલા કોમન એક્ટમાં રિફોર્મ માટે કમિટીના સભ્યે મ.સ.યુનિ.ની મુલાકાત લીધી હતી. કમિટી સમક્ષ ફેકલ્ટી ડીનોએ રજૂઆતો કરી હતી જેમાં બધા એડમિશન જીકાસ કેમ કરે? યુનિવર્સિટી કેમ ન કરી શકે? આ ઉપરાંત મ.સ.યુનિ. અન્ય યુનિવર્સિટી સાથે કોમન કેવી રીતે હોઈ શકે? તેવા સવાલો પણ કર્યા હતા. મ.સ.યુનિવર્સિટી ખાતે પબ્લિક યુનિવર્સિટી એડવાઇઝરી કમિટીના સભ્ય ડો.કેતન દેસાઇએ વીસી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, તમામ ફેકલ્ટીના ડીન, તમામ વિભાગોના વડા સાથે તબક્કાવાર બેઠક કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વિવિધ ફેકલ્ટીના ડીન અને હેડે રજૂઆતો કરી હતી. જેમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ જે ઇન્ટર્નશિપ કરે છે અને પ્રોજેક્ટ વર્ક કરે છે તેની શિક્ષકોના વર્કલોડમાં કેમ ગણતરી કરવામાં આવતી નથી? નવી એજ્યુકેશન પોલિસીમાં કોર્સ ઓનલાઇન કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ ઓનલાઇન કોર્સની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. ફેકલ્ટી ડીને રજૂઆત કરતાં કહ્યું હતું કે, બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ તમામ જગ્યાએ કોલેજના પ્રિન્સિપાલ મૂકવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે મ.સ.યુનિ.માં તો પ્રિન્સિપાલનું સ્ટ્રક્ચર નથી. ફેકલ્ટી ડીન છે તો કેવી રીતે જગ્યાઓ ભરવાની? અન્ય યુનિવર્સિટી ગુજરાતી સ્ટ્રક્ચર ધરાવે છે જ્યારે મ.સ.યુનિ અંગ્રેજીમાં છે, તો કેવી રીતે કોમન હોઈ શકે? તમામ સિલેબસ કેસીજીમાં તૈયાર કરવાનો હોય તો એમ.એસ. યુનિ.નું બધું ત્યાં જ લઈ જાવ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી) દ્વારા સિલેબસ તૈયાર કરવામાં આવતો હોવાથી, મ.સ.યુનિ.ના ડીને તેમની રજૂઆતમાં કહ્યું હતું કે, બધું કેસીજીમાં તૈયાર કરવાનું હોય તો બધું મ.સ.યુનિ.નું ત્યાં જ લઈ જાવ. અહીંયા શું જરૂર છે? ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત છે, જે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે કામ કરે છે. કોમન એક્ટમાં નક્કી કર્યું હતું કે મ.સ.યુનિ.ની સ્વાયત્તા રહેવા દેવાશે, જે રખાઇ નથી 2006માં કોમન એક્ટનો અમલ કરવાનો હતો તે વખતે મ.સ.યુનિ.ની સ્વાયત્તા રહેવા દેવાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. જોકે 2006માં કોમન એક્ટનો અમલ થયો ન હતો. જોકે બે વર્ષ પહેલાં કોમન એક્ટનો અમલ કરાયો પરંતુ તેમાં મ.સ.યુનિ.ને સ્વાયત્તા આપવામાં આવી નથી. વર્કલોડની અવગણના મુદ્દે ડીન-અધ્યાપકોમાં રોષ
Read Original Article →