સિટી એન્કર:પો.કમિશનરનો પહેલો જનસંપર્ક કાર્યક્રમ, દારૂની રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓને પોલીસે પાછલા બારણેથી રવાના કરી દીધી

Gujarat5/19/2026, 12:00:00 AM
સિટી એન્કર:પો.કમિશનરનો પહેલો જનસંપર્ક કાર્યક્રમ, દારૂની રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓને પોલીસે પાછલા બારણેથી રવાના કરી દીધી
પહેલીવાર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સોમવારે પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખાસ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે લોકોની રજૂઆત સાંભળીને તપાસ કરવા સૂચનો આપ્યાં હતાં.પાણીગેટ પોલીસ મથકમાં કાર્યક્રમ વખતે બાવામાનપુરાની મહિલાઓ ખુલ્લેઆમ વેચાતા દારૂની ફરિયાદ કરવા પહોંચી હતી. જોકે પાણીગેટ પોલીસના કર્મી તેને સાઈડમાં લઈ ગયા હતા અને સમજાવીને પરત મોકલી હતી. મહિલાઓએ અગાઉ પોલીસ કર્મીઓને વારંવાર દારૂના ધંધા બાબતે રજૂઆત કરી હતી, પણ ધંધો બંધ ન થતાં તેઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. જોકે પોલીસ કર્મીઓએ તેમને ધંધો બંધ કરાવી દીધો છે, તેમ કહ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનોમાં થતી ફરિયાદ-અરજીની સમયસર અને ગુણવત્તાસભર તપાસ થાય છે કે નહીં તેમજ લોકો પોલીસની કામગીરીથી સંતોષ અનુભવે છે કે નહીં તેની સમીક્ષા કરવાનો હતો. બે પોલીસ સ્ટેશનમાં 25 અરજદારોની રજૂઆત જનસંપર્કમાં 25 જેટલી અરજી અને ફરિયાદોની સમીક્ષા કરાઈ હતી. મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઘણાએ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કેટલાક એવા નાગરિકો પણ આવ્યા હતા જેમણે અગાઉ લેખિત ફરિયાદ ન હોવા છતાં વિઝા ફ્રોડ, રિયલ એસ્ટેટ છેતરપિંડી અને અગાઉ નોંધાયેલી ફરિયાદની પ્રગતિ અંગે મૌખિક રજૂઆતો કરી હતી. તમામ રજૂઆતની તપાસ કરાવવામાં આવશે દરેક રજૂઆતને ગંભીરતા સાથે સાંભળીને કાયદેસરની તપાસ કરવા તેમજ અરજદારોને સમયસર યોગ્ય પ્રતિસાદ અને નિવારણ આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર, વડોદરા
Read Original Article →