પાલિકાની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ:પોલીસનું ‘ઓપરેશન ક્લિન’ શરૂ, ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગથી લોકશાહીના પર્વની તૈયારી

Gujarat4/9/2026, 12:32:39 AM
પાલિકાની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ:પોલીસનું ‘ઓપરેશન ક્લિન’ શરૂ, ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગથી લોકશાહીના પર્વની તૈયારી
પાલિકાની ચૂંટણીને લઈ પોલીસ એક્શનમાં આવી છે. 1 એપ્રિલથી અમલી બનેલી આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવવા શહેર પોલીસ સજ્જ બની છે. 26 એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં થાય તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી અધિકારીઓને સૂચના આપી છે. શહેરમાં અસામાજિક તત્વો અને દારૂની હેરાફેરી રોકવા વ્યૂહાત્મક સ્થળે 11 ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે. જ્યાં પોલીસ 24 કલાક ચેકિંગ કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 3462 વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ની ખાસ ડ્રાઇવ યોજી નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા, આચાર સંહિતાનો ભંગ અને સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી અને પ્રચારના સમયની સુરક્ષાના આગોતરા પગલાં રૂપે અત્યાર સુધીમાં લાયસન્સ ધરાવતા 30 ટકાથી વધુ હથિયારો પોલીસ મથકોમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ અને ‘એરિયા ડોમિનેશન’ કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકો નિર્ભય બની મતદાન કરી શકે. ચૂંટણી સુરક્ષા વચ્ચે તંત્ર એલર્ટ સહકાર આપવા પો.કમિશનરે નાગરિકોને જાહેર અપીલ કરી વડોદરા શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે આચાર સંહિતાના ભંગની જાણકારી મળે તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ. ન્યાયી ચૂંટણી માટે પોલીસ તંત્ર જનતાના સહકારની અપેક્ષા રાખી રહ્યું છે. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
Read Original Article →