સફળ સર્જરી:SSGમાં યુવતીના કપાળની ચામડી-માંસપેશીથી નાકની પ્લાસ્ટિક સર્જરી
મધ્ય પ્રદેશના ચમાર બેગડા ગામમાં યુવક એક યુવતીનું નાક કાપી ફરાર થઈ ગયો હતો. જેને પગલે યુવતીને સયાજી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં યુવતીના નાકની સર્જરી કરાઈ હતી. હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં યુવતીના કપાળમાંથી ચામડી અને માંસપેશી લઈને નાકની પુનઃરચના કરવામાં આવી હતી. હાલમાં યુવતી તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે. સયાજી હૉસ્પિટલમાં શુક્રવારે સવારે મધ્યપ્રદેશનો પરિવાર યુવતીના કપાયેલા નાકની સાથે તેની સારવાર માટે આવ્યો હતો. પરિવારજનો પાસે યુવતીનું કપાયેલું નાક પણ હતું. યુવતીને તાત્કાલિક હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ યુવતીની ઇન્ડિયન ફોરહેડ ફ્લેપ સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. શનિવારે સવારે યુવતીની સર્જરી કરાઈ હતી. યુવતીને 1 અઠવાડિયા બાદ હૉસ્પિટલમાંથી રજા અપાશે. 2 અઠવાડિયા બાદ નાકના ટાંકા તોડવામાં આવશે અને 3 અઠવાડિયા બાદ નાકની ફિનિશિંગ સર્જરી કરી નાકને યોગ્ય શેપ આપવામાં આવશે.
Read Original Article →