પાલિકાની કામગીરી સામે લોકરોષ:હરણી વિજયનગરમાં રોડનું કાર્પેટિંગ કરતા કોન્ટ્રાકટરોને લોકોએ ભગાડયા
હરણી રોડ પર ધવલ ચાર રસ્તાથી વિજય નગરના માર્ગે મકાનોના વોલ ટુ વોલ બનાવી દીધેલા રોડ પર કાર્પેટીંગ કરવા આવેલા પાલિકાના કોન્ટ્રાકટરોને રહીશોએ ભગાડયા હતા. રહીશોએ કહ્યું કે, 4 ફૂટ રોડ ખોદો પછી કાર્પેટીંગ કરો. વોલ ટુ વોલ રોડના પગલે વરસાદમાં લોકોના ઘરમાં પાણી આવે છે. શહેરમાં રોડને મકાનો-દુકાનોથી ઉંચા કરી દેવાયા છે, જેને કારણે ચોમાસામાં 2 કે 3 ઇંચ વરસાદમાં જ ઘરોમાં પાણી પ્રવેશે છે. આવી જ સ્થિતી હરણીરોડના વિજયનગરની છે. બુધવારે પાલિકાના કોન્ટ્રાકટરો રોડ પર કાર્પેટીંગ કરવા પહોંચ્યા પરંતુ રહીશોએ તેમને અટકાવી કહ્યું હતું કે, કાર્પેટીંગ કરવું હોય તો પહેલા 4 ફૂટ રોડ ખોદો પછી જ નવો બનાવો. જોકે કોન્ટ્રાકટે કહ્યું હતું કે, આવું ન કરી શકાય કારણ કે કોન્ટ્રાકટની શરતમાં આ નથી. જેથી રહીશોએ રોડ પર કાર્પેટીંગ કરવા દિધું ન હતું. પાલિકાની ટીમ પરત ફરી હતી. વાલ્વ નાખવાનો છે છતાં કાર્પેટીંગ કરવા આવ્યા
હજુ પણ આ રોડ પર વાલ્વ બેસાડવાની કામગીરી બાકી હોવા છતાં કાર્પેટીંગ કરવા માટે પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા. અમે અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે, કાર્પેટીંગ કરવાની જગ્યાએ પહેલા કામ કરો અને 4 ફૂટ ખોદયા બાદ જ નવો રોડ અમે બનાવવા દઇશું નહિ તો અમે જે સ્થિતીમાં છે તેમાં અમને કોઇ વાંધો નથી. > સુરેશ પરમાર, રહીશ
Read Original Article →