ઘરમાંથી ગાંજો મળી આવ્યો:પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCBએ ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપ્યા, એક વોન્ટેડ

Gujarat5/27/2026, 11:39:22 AM
ઘરમાંથી ગાંજો મળી આવ્યો:પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCBએ ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપ્યા, એક વોન્ટેડ
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોનું ખરીદ-વેચાણ અને હેરફેરી અટકાવવા માટે વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના આધારે પાણીગેટ પોલીસની ટીમ અને ઝોન-3 LCB ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ગાંજાનો સંગ્રહ કરી વેચતા બે શખસોની ધરપકડ ઝોન-3 LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીખાના રોડ પર, ચબુતરાથી આગળ શ્રીહરિ હરેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલી ગલીમાં સર્વોદય કોમ્પ્લેક્સના ચોથા માળે રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગાંજાનો સંગ્રહ કરી વેચાણ કરતા બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જીગ્નેશ માછીને ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ.63,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના સફેદ મીણીયાના કોથળા જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં આરોપી શંકરભાઈ છગનભાઈ પાટણવાડીયા (રહે- રૂમ નં-21, સર્વોદય એપાર્ટમેન્ટ, હાથીખાના રોડ, વાડી, વડોદરા શહેર) , હાર્દિક ચંદ્રકાંતસિંહ વસાવા (રહે- ભાથુજીનગર ઝૂંપડપટ્ટી, ત્રીજી નંબરની ગલી, ડી-માર્ટ સામે, વાઘોડિયા રોડ, વડોદરા શહેર) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જીગ્નેશ માછી (રહે- હરીયાળી હોટેલ પાસે, વડોદરા શહેર ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરી પાણીગેટ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ, ઝોન-3 LCBના પો.સ.ઇ. એસ.એ.ફુલધારા તથા તેમની ટીમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →