કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનથી રોષ:ખડગે જણાવે કે રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા ગુજરાતના હતા,તે મૂર્ખ હતા?: યોગેશ પટેલ

Gujarat4/9/2026, 12:40:55 AM
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનથી રોષ:ખડગે જણાવે કે રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા ગુજરાતના હતા,તે મૂર્ખ હતા?: યોગેશ પટેલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિરુદ્ધ કરાયેલા વિવાદિત નિવેદન મુદ્દે શહેર ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ખડગેના નિવેદન પર આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, મલ્લિકાર્જુન ખડગે એ બતાવે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા (ફિરોઝ ગાંધી) પણ ગુજરાતના જ હતા, તો શું ખડગેના મતે તેઓ પણ મૂર્ખ હતા?. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા ગુજરાત અને ગુજરાતીઓની ઉપેક્ષા કરી છે. ગુજરાતીઓને ‘અભણ’ ગણાવવા તે સમગ્ર ગુજરાતનું અપમાન છે. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે નર્મદા યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી ન આપીને ગુજરાતને અન્યાય કર્યો હતો, જેનો જવાબ હવે જનતા આપશે.ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રનાયકો આપ્યા છે.આવા વીરોની ભૂમિના લોકોને અપમાનિત કરવા તે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ઉપેક્ષા થઈ, જનતા જવાબ આપશે: શહેર ભાજપ પ્રમુખ
Read Original Article →