અકસ્માત:કરજણના બોડકા ગામ પાસે 2 ટ્રક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

Gujarat5/20/2026, 12:00:00 AM
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર મંગળવારના દિવસે સવારના 7.30ના સુમારે કરજણ તાલુકાના બોડકા ગામ પાસે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં કરજણની ફાયર ટીમ તાત્કાલિક પહોંચી હતી. અકસ્માતમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે વહેલી સવારે 7.30 વાગ્યાના અરસામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર માતરથી વડોદરા તરફ જતાં કરજણ તાલુકાના બોડકા ગામ પાસે એક ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઇ હતી. જેમાં પાછળની ટ્રકમાં ડ્રાઇવર ફસાયો હોવાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આધુનિક હોલમેટ્રો(હાઇડ્રોલિક) ટુલ્સનો ઉપયોગ કરી પતરા કાપી મૃત્યુ પામેલ વ્યક્તિને બહાર કાઢી હતી. પાછળની ટ્રકમાં માત્ર ડ્રાઈવર જ હતો જે મૃત્યુ પામ્યો હતો. તે ટ્રકમાં ડ્રાઈ કેમિકલ પાઉડર ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક આરીફ દાદલિયાના મૃતદેહને કરજણ પોલીસની હાજરીમાં 108 મારફતે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Read Original Article →