સિટી એન્કર:3 જૂને પડછાયો સાથ છોડી દેશે! સૂર્યનાં કિરણો માથા પર સીધાં પડવાથી બપોરે 12ઃ35 કલાકે રોચક ખગોળિય ઘટના સર્જાશે

Gujarat5/27/2026, 12:00:54 AM
શહેરમાં 3 જૂને બપોરે 12:35 કલાકે ‘શૂન્ય પડછાયા દિવસ’ની ખગોળીય ઘટના માણવા મળશે. જેમાં વ્યક્તિનો પડછાયો ગાયબ થશે. આ ઘટનાની અનુભૂતિ થોડી મિનિટો માટે રહેશે. સૂર્યનાં કિરણો માથા પર સીધાં પડતાં હોવાથી પડછાયો પડતો નથી. દરેક શહેરનો પડછાયો ગાયબ થવાનો સમય અને તારીખ અલગ હોય છે. દર વર્ષે 2 વખત ઝીરો શેડો ડે એટલે શૂન્ય પડછાયા દિવસની ખગોળીય ઘટના જોવા મળતી હોય છે. 3 જૂને બપોરે 12:35 કલાક અને 9 જુલાઈએ બપોરે 12:42 કલાકે શૂન્ય પડછાયાનો અનુભવ થશે. ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી અને એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસો. ઓફ વડોદરા દ્વારા સિંધરોટના પ્રકૃતિ શિક્ષણ ઉદ્યાનમાં 3 જૂને સવારે 10થી 1 વાગ્યા સુધી શૂન્ય પડછાયાનું નિદર્શન અને પ્રયોગોનું આયોજન કરાયું છે. પડછાયો આ રીતે ગાયબ થાય છે 1 પૃથ્વીનું નમેલું હોવું: પૃથ્વી ધરી પર સહેજ (23.50) નમેલી છે. આ નમનને કારણે વર્ષ દરમિયાન સૂર્યની સ્થિતિ આકાશમાં બદલાતી રહે છે (ઉત્તરાયણ અને દક્ષિણાયન). 2 સૂર્ય બરાબર માથા પર આવવો: આ ગતિ દરમિયાન વર્ષમાં બેવાર એવો સમય આવે છે જ્યારે સૂર્ય અક્ષાંશ (વિસ્તાર) પર બપોરના સમયે બરાબર માથાની ઉપર એટલે કે 900ના ખૂણે આવી જાય છે. 3 કિરણો સીધાં પડવાં: સૂર્ય બરાબર માથા પર હોય ત્યારે કિરણો સીધાં નીચે પડે છે. વિજ્ઞાનના નિયમ મુજબ, પ્રકાશ સીધો ઉપરથી પડે એટલે પડછાયો આજુબાજુ લંબાવાને બદલે સીધો વસ્તુ કે વ્યક્તિના પગ નીચે છુપાઈ જાય છે. 4 માત્ર 2 મિનિટની ઘટના: સૂર્ય સતત આગળ વધતો હોવાથી આ ઘટના આખો દિવસ નથી રહેતી, પણ બપોરે માત્ર 1 થી 2 મિનિટ માટે જ પડછાયો ગાયબ થાય છે. પડછાયાનો કેવી રીતે અભ્યાસ કરશો?
Read Original Article →