કલ્ચર ફેસ્ટ:‘ન્યાય કી પુકાર ડ્રામા’ એ મંચને હચમચાવ્યો,ગરબા, ભરતનાટ્યમનો સંસ્કાર સંગમ ફેસ્ટ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મ.સ.યુનિવર્સિટી આર્ટ્સ વિભાગ દ્વારા ત્રીદિવસય સંસ્કાર સંગમ 2026 કલ્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ત્રણ દિવસ માટે સી.સી.મહેતા ઓડિટોરિયમ હોલમાં યોજાયો. જેમાં દેશના અને વિદેશના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પોતાના સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી હતી. સાથે જ ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારના સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ ઉપર યોજાયો હતો. જેમાં 3 હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેશન શો, ડ્રામા વોક સાથે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ કરાઇ
કથક, ભરતનાટ્યમ, ગરબા સહિતની ગ્રૂપ પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તે સાથે સોલો પર્ફોર્મન્સ પણ યોજાયા હતા. ખાસ કરી વિદ્યાર્થીનીઓ દ્વારા ન્યાય કી પુકાર કરી ડ્રામાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ પર થતા રેપને લઇ સંવેદનશીલ મેસેજ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પહેરવેશમાં વિદ્યાર્થીઓએ મહિલાઓની વ્યથાના ડ્રામાં દ્વારા રજૂ કરી હતી. તે સાથે બોલીવુડના ગીતો પર પ્રસ્તુતિ કરાઇ હતી.
Read Original Article →