2027ની નીટની પરીક્ષા કમ્પ્યૂટર બેઝ્ડ હશે:21 જૂને રિ-નીટ,દેશભરમાં મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી ખેંચાશે, શૈક્ષણિક વર્ષ ખોરવાઇ શકે

Gujarat5/16/2026, 12:00:00 AM
2027ની નીટની પરીક્ષા કમ્પ્યૂટર બેઝ્ડ હશે:21 જૂને રિ-નીટ,દેશભરમાં મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી ખેંચાશે, શૈક્ષણિક વર્ષ ખોરવાઇ શકે
નીટના પેપર લીક કાંડ બાદ પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. હવે જૂનમાં નીટની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ 21 જૂને ફરીથી પરીક્ષા આપવી પડશે. જેને પગલે મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા ખોરવાશે અને દિવાળી સુધી પ્રક્રિયા ચાલે તેવી શકયતાઓ છે. પરીક્ષા કેન્સલ થયા બાદ જૂનમાં લેવાનારી પરીક્ષા ઓફલાઇન મોડ પર છેલ્લી હશે અગામી વર્ષથી ઓનલાઇન લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે સવારે નીટ-યુજીની નવી તારીખની જાહેરાત કરી હતી. હવે આ પરીક્ષા રવિવાર 21 જૂનના રોજ યોજાશે. 3 મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી. વડોદરા શહેરમાંથી 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. નીટની નવી તારીખોની જાહેરાતની સાથે પરીક્ષાને લઇને જાહેરાત કરવામાં આવી છે જેમાં એડમિટ કાર્ડ 14 જૂનથી મળવાના શરુ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન 15 મિનિટનો વધારાનો સમય મળશે, વિદ્યાર્થીઓ ફરી પરીક્ષામાં તેમના મનપસંદ સેન્ટર પસંદ કરી શકશે જેના માટે તેમની પાસે 7 દિવસનો સમય હશે. નીટની પરીક્ષાના પેપર લીકની ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2027થી નીટ કમ્પ્યૂટર બેઝ્ડ હશે, જે પેપરની સુરક્ષાનો મજબૂત વિકલ્પ સીબીટી મોડ પરીક્ષા પેપરની સુરક્ષાની દ્રષ્ટિએ મજબુત વિકલ્પ છે. પુનઃ પરીક્ષા માટે લગભગ 1 મહિના જેટલો સમયગાળો છે. પુનઃ પરીક્ષાની તૈયારી માટે શિસ્તબધ્ધ પ્રયાસો આજથી શરૂ કરી દો. નકારાત્મક વિચારોનો ત્યાગ કરો અને સકારાત્મક અભિગમ સાથે તૈયારી શરૂ કરો. 3 મેના નીટ યુજી પરીક્ષા આપી છે અને માર્ચમાં બોર્ડ પરીક્ષાઓ આપી છે એટલે પીસીબી વિષયો સાથે સંલગ્ન જ છો. નબળા પ્રકરણોનું પુનરાવર્તન કરો તેમજ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવા વિષયોમાં પ્રશ્નો હલ કરો. પ્રતિ સપ્તાહ ચારથી પાંચ પ્રશ્નપત્રો સમયસીમા મુજબ 2થી 5 સાંજે હલ કરો. પ્રશ્નપત્રોનું વિશ્લેષણ કરો અને તમારી નબળાઈ પર સુધારો લાવવાની રણનિતિ મજબૂત કરતા રહો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે તેમજ બાયોલોજિકલ ક્લોક પણ સેટ થશે. એનએસયુઆઇએ નીટની પરીક્ષાના પેપરલીક મુદ્દે જાલમૂરી વહેંચીને વિરોધ કર્યો, પોલીસે અટકાયત કરી એનએસયુઆઇ દ્વારા નીટની પરીક્ષાના પેપરલિક મુદે ઝાલમુરી વહેચીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. ફતેગંજ સેફ્રોન ટાવર પાસે શુક્રવારે સાંજે એનએસયુઆઇના આગેવાનો દ્વારા નીટ પેપર લીકના મુદ્દે ભારે વિરોધ નોંધાવાયો હતો. રોડ પર બેસીને ઝાલમુરી વહેંચીને વિરોધ કરતાં એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જીતેશ જોશી, નીટ એક્સપર્ટ 2027ની નીટની પરીક્ષા કમ્પ્યૂટર બેઝ્ડ હશે, ઓએમઆર શીટ ભરવાની પળોજણ દૂર થશે એક્સપર્ટ
Read Original Article →