નવરચના યુનિવર્સિટીનું 'સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશન':500 વિદ્યાર્થીઓની કલાત્મક કૃતિઓનું પ્રદર્શન, 1500 મોડેલ્સ અને લગભગ 2000 ચિત્રો પ્રદર્શિત કરાયા

Gujarat5/20/2026, 2:16:37 PM
નવરચના યુનિવર્સિટીનું 'સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશન':500 વિદ્યાર્થીઓની કલાત્મક કૃતિઓનું પ્રદર્શન, 1500 મોડેલ્સ અને લગભગ 2000 ચિત્રો પ્રદર્શિત કરાયા
વડોદરાની નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર (SEDA) દ્વારા આયોજિત સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશનમાં બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ડિઝાઇન (ઇન્ટિરિયર) અને બેચલર ઓફ ડિઝાઇન (પ્રોડક્ટ ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન) એમ ત્રણ ડિઝાઇન પ્રોગ્રામ્સની કૃતિઓ અને કાર્યોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ ચિત્રો અને મોડલ તૈયાર કરવામાં આવ્યા છે. આ મોડલ સમગ્ર વિશ્વની ઇન્સ્ટિટ્યૂટ સાથે સરખામણી કરતા હોવાનો દાવો કરાયો છે. ચાર મહિનાની લાંબી સફરનો એક સ્મરણોત્સવ નવરચના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા આ સ્પ્રિંગ સેશન એક્ઝિબિશનમાં લગભગ 500 વિદ્યાર્થીઓની કૃતિઓ અને કાર્યો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં સ્ટુડિયો, ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, હિસ્ટી, વિઝ્યુલાઇઝેશન, રીપ્રેઝેન્ટેશન, થીયોરી, રિસર્ચ, વર્કશોપ્સ, ઇલેક્ટિવ અને અન્ય ક્ષેત્રોમાં શીખવાની તેમની ચાર મહિનાની લાંબી સફરનો એક સ્મરણોત્સવ છે. ડિઝાઇન અને આર્કિટેક્ચરની ઉજવણી કરતા આશરે 1500 મોડેલ્સ અને લગભગ 2000 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટમાં રિસાયકલિંગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો આ એક્ઝિબિશનમાં ઉડીને આંખે વળગે તેવા પ્રોજેક્ટ્સમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી સામગ્રીના અપ-સાયકલિંગ અને રિ-સાયકલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે કાચા માલને ઉપયોગી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોમાં પુનઃ ઉપયોગ કરવાના વિચારને રજૂ કરે છે. અન્ય એક પ્રોજેક્ટનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં પર્યાવરણીય જવાબદાર આર્કિટેક્ચર ડિઝાઇન પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે. અહીં એવા પ્રોજેક્ટ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે લોકો માટે જાહેર સ્થળોના અભાવ, ફૂટપાથનો અભાવ, વગેરે જેવા શહેરી વિસ્તારોના મુદ્દાઓ અને જટિલતાઓને સંબોધિત કરે છે. જાહેર સ્થળોની ગુણવત્તામાં સુધાર લાવવા પર ભાર મૂક્યો આ પ્રોજેક્ટમાં ઇમારતો વચ્ચે અને તેની આસપાસ જાહેર જગ્યાઓ ડિઝાઇન કરવાના વિચારો વિકસાવવામાં આવ્યા છે; જાહેર સ્થળોની ગુણવત્તામાં સુધાર લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલબેન અમીને જણાવ્યું, આ વર્ષના સ્પ્રિંગ સેમેસ્ટર એક્ઝિબિશનમાં સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર (SEDA)ના અમારા વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ કાર્યોને પ્રદર્શિત કતરવામાં આવી રહ્યાં છે, જેમાં વર્તમાન સમયના કેટલાક શ્રેષ્ઠ અને સુસંગત પ્રોજેક્ટ્સ શામેલ છે. આજથી બે દિવસ એક્ઝિબિશન ખુલ્લું રહેશે પ્રો. પ્રત્યુષ શંકર, પ્રોવોસ્ટ નવરચના યુનિવર્સિટી, ડીન SEDAએ જણાવ્યું, "વિદ્યાર્થીઓની મહેનતથી એ સ્પષ્ટ થાય છે કે આ સેમેસ્ટરમાં હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સે પુનઃઉપયોગી, ઇકોલોજી, સમાજ અને જન-કેન્દ્રિત જાહેર સ્થળો પ્રત્યે જિજ્ઞાસા, રોજિંદી જાગરૂકતા અને સંવેદનશીલતા પેદા કરી છે. આ એક્ઝિબિશન બુધવાર, 20 મેના રોજ સાંજે 5:30 વાગ્યાથી ખુલ્લુ મૂકાયુ છે અને ગુરૂવાર, 21 મે 2026ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. 20 મે 2026ના રોજ મિલી આર્કાઇવ્ઝ ફાઉન્ડેશન, બેંગ્લોરના ફાઉન્ડિંગ મેમ્બર અને કો-ડિરેક્ટર વેંકટ શ્રીનિવાસન દ્વારા એક ગેસ્ટ લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ડિઝાઇન કાર્યક્રમોમાં જોડાવા માંગતા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ તક છે, જેથી તેઓ આ કાર્યક્રમોમાં હાથ ધરવામાં આવતા કાર્યોના પ્રકાર વિશે વધુ સારી સમજ મેળવી શકે.
Read Original Article →