ગેરકાયદેસર પાણી કનેક્શન ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના:SSNL પાસે વધુ 30 MLD પાણી મંગાવવામાં આવશે, વડોદરા મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ
વડોદરા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાણીના પ્રશ્ને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરમાં કેટલાક સ્થળોએ પાણીની મુશ્કેલીને પહોંચી વળવા માટે શું આયોજન કરવું તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ગેરકાયદેસર કનેક્શન અને મોટર સામે કડક કાર્યવાહીની સૂચના
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજે મંગળવાર હોવાથી રીવ્યુ મિટિંગ રાખવામાં આવી છે. આ રીવ્યુ મિટિંગમાં સવારે પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હતી, ઇસ્ટ ઝોનમાં બે વોર્ડ અને નોર્થ ઝોનમાં એક વોર્ડમાં સમસ્યાઓ નડી રહી છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું કન્ટામીનેશન ઇશ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી, એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલુ હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન અને ઇલીગલ મોટર્સથી લોકો ઘણી ચોરી કરી રહ્યા છે, એના ઉપર પણ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. 'કેટલાક લોકો બિનજરૂરી ટેન્કર મંગાવી રહ્યા છે'
મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો બિનજરૂરી ટેન્કર મંગાવી રહ્યા છે. જેના ઉપર પણ વિચ રાખવા માટે જણાવવામાં આવ્યું છે અને જો આવું કઈ ધ્યાને આવે તેના ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. 'કેટલાક સ્થળોએ કૃત્રિમ અછત ઉભી થઈ છે'
મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે, હાલમાં પાણીનું ઘટ છે, કેટલીક સોસાયટીઓમાં સંપ બનાવવામાં આવ્યા છે છતાં કૃત્રિમ અછત ઉભી થઈ છે. એમાં બે વસ્તુ છે. કેટલાક સ્થળોએ ખરેખર પ્રશ્ન છે અને તેમની સમસ્યા હલ કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. સરદાર સરોવર નિગમ લિમિટેડ પાસેથી વધારે પાણી મંગાવશે
કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL) સાથે વાત કરીને પણ વધારેનું પાણી મંગાવવાનું પણ નક્કી કરેલું છે. એક મહિના માટે થોડું વધારેનું પાણી અમે એક્સેસ મંગાવવામાં આવશે. કારણ કે આ વખતે વરસાદ થોડો મોડો આવી રહ્યો છે. ડ્રેનેજનું કામ 15 જૂન પહેલા પૂર્ણ કરવા સૂચના
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં જે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે તે આગામી 15 જૂન પહેલા પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ જ પુનઃ રિવ્યૂ બેઠક કરવામાં આવશે. રોડ્સમાં પેચવર્કનું કામ પણ આગામી વરસાદ પહેલા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
Read Original Article →