BPL-2:ખેલાડીની પસંદગી મુંબઇ ઇન્ડિયન્સ, કેકેઆરના સ્કાઉટ કરશે
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 1થી 14 જૂન દરમિયાન કોટંબી સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગની બીજી સીઝનનું આયોજન કરાયું છે. 5 ટીમના ખેલાડી સિલેક્ટ થઈ ગયા છે. વડોદરાના સ્થાનિક ખેલાડીઓનું કૌશલ્ય જોવા માટે આઈપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR), મુંબઈ ઇન્ડિયન્સના ટેલેન્ટ સ્કાઉટ્સ ખાસ વડોદરા આવનાર છે. ખેલાડીઓ માટે આઈપીએલમાં એન્ટ્રી મેળવવાની તક રહેશે વડોદરામાં મહિલા ક્રિકેટના વિકાસ અને પ્રોત્સાહન માટે પ્રથમ વખત ‘વિમેન્સ બરોડા પ્રીમિયર લીગ’ શરૂ કરવામાં આવશે. જેમાં વિવિધ વયજૂથની 3 મહિલા ટીમો ભાગ લેશે. આ મહિલા લીગની મેચો 16, 18 અને 20 જૂનના રોજ રમાશે. બીપીએલની ટૂર્નામેન્ટમાં 5 ટીમો મેદાને ઉતરશે. દરેક ટીમને પ્રથમ વખત વડોદરાના વિવિધ ક્રિકેટ એકેડમીમાંથી 3-3 એકેડમી એલોટ કરાઈ છે. એકેડમીના ખેલાડીઓ ટીમે ચિયર કરશે, જ્યારે ટીમના ખેલાડીઓ એકેડમી જઈને જુનિયર ખેલાડીને પ્રોત્સાહિત કરશે. એલેમ્બિક વોરિયર્સના મેન્ટર તરીકે મુનાફ પટેલની નિયુક્તિ
બીપીએલની સિઝન-1ની વિજેતા એલેમ્બિક વોરિયર્સ ટીમમાં મેન્ટર તરીકે પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર અને હાલ દિલ્હી કેપિટલ્સ ટીમના બોલિંગ કોચ મુનાફ પટેલની મેન્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. બુધવારે મુનાફ પટેલ ટીમને મળ્યા હતા, પ્રેક્ટિસ વખતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આગમી સ્ટ્રેટેજી સહિતની ચર્ચા કરી હતી. તેઓ સતત ટીમ સાથે રહેશે અને બોલિંગ ઉપરાંત બેટિંગ, ફિલ્ડિંગ સહિતનું પણ મેન્ટરિંગ કરશે. તેમણે કહ્યું કે, મારી પ્રોફેશનલ ક્રિકેટની સફર એલેમ્બિક ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી. આજે એલેમ્બિક વોરિયર્સ ટીમના મેન્ટર તરીકે નિયુક્તિથી મને પ્રસન્નતા થાય છે. ગયા વર્ષે ટીમે બીપીએલમાં ચેમ્પિયનશિપ જીતી હતી અને સીઝન 2માં મારી યોગદાનથી ટીમ વધુ સારું પ્રદર્શન કરશે એ માટે હું પ્રયત્ન કરીશ. દરેક બ્લોકમાં ફુડ વેન્ડિંગ મશીન મૂકાશે
સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોને નાસ્તા સહિતની પણ સગવડ કરાશે. દરેક બ્લોકમાં ફુડ વેન્ડિંગ મશીન મુકવાનું આયોજન કરાયું છે. પાણી સહિત નાસ્તો તેની એમઆરપી પર જ મળશે, કોઈ પણ વ્યક્તિ પાસે વધુ રૂપિયા વસુલાશે નહીં. બીપીએલની 17 હજાર ટી-શર્ટ્સ તૈયાર કરાઈ
પ્રેક્ષકોને વધુ પ્રોત્સાહન આપવા જો કોઈ પ્રેક્ષક સ્ટેડિયમ પાસે સેલ્ફી લઈને બીપીએલને ટેગ કરશે તો તેમને બીપીએલની ટી-શર્ટ આપવાનું નક્કી કરાયું છે. 17 હજાર ટી-શર્ટના ઓર્ડર પણ આપી દેવાયા છે. પ્રેક્ષક માટે એન્ટ્રી ફ્રી રહેશે, સાઉથ બ્લોકમાં બેસી શકાશે
સામાન્ય રીતે સ્ટેડિયમમાં સાઉથ બ્લોકની ટીકીટ ખૂબ મોંઘી વેચાતી હોય છે. ત્યારે બીપીએલ વખતે દરેક પ્રેક્ષક માટે એન્ટ્રી ફ્રી રખાઈ છે. પ્રેક્ષકોએ ગેટ પર તેમનું આડી પ્રુફ બતાવવાનું રહેશે અને ત્યાંથી તેમને ફ્રી એન્ટ્રી આપી દેવાશે. સ્ટેડિયમમાં સૌથી પહેલાં સાઉથ બ્લોકમાં લોકોને બેસાડવામાં આવશે.
Read Original Article →