GCAS પોર્ટલની ખામીઓને લઈ MSUના કુલપતિને રજૂઆત:FY B.Com પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી સમસ્યાઓનું નિરાકરણ થશે, યુનિવર્સિટી વહીવટી તંત્રે ઝડપી નિરાકરણની ખાતરી આપી

Gujarat6/8/2026, 10:21:10 AM
GCAS પોર્ટલની ખામીઓને લઈ MSUના કુલપતિને રજૂઆત:FY B.Com પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી સમસ્યાઓનું નિરાકરણ થશે, યુનિવર્સિટી વહીવટી તંત્રે ઝડપી નિરાકરણની ખાતરી આપી
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની FY B.Com પ્રવેશ પ્રક્રિયામાં GCAS પોર્ટલની ખામીઓ અને તકનીકી સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓએ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું. યુનિવર્સિટી વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળીને ઝડપી નિરાકરણની ખાતરી આપી છે. 'ઓન-ધ-સ્પોટ વેરિફિકેશન કરવામાં આવે' યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોષીએ જણાવ્યું કે, GCAS પોર્ટલમાં સર્જાયેલી ગંભીર ખામીઓ અને ગેરરીતિઓને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ પરીક્ષા આપી છે પરંતુ એપ્લિકેશનમાં તકનીકી ભૂલોને કારણે નામ વંચિત રહી ગયું છે, તેમની ઓન-ધ-સ્પોટ વેરિફિકેશન કરવામાં આવે. જેમણે ઓપરેશન કોમર્સમાં અરજી કરી છે અને B.Com ઓનર્સની એન્ટ્રન્સ આપી છે, તેમને B.Com ઓનર્સમાં કન્વર્ટ કરીને પ્રવેશ આપવામાં આવે. સાથે વડોદરાનો કોઈપણ વિદ્યાર્થી ભણતરથી વંચિત ન રહે તે મહારાજા સયાજીરાવના સપના અનુસાર પગલાં લેવાય તેવી માંગ કરી હતી. 'પોર્ટલને સ્ટ્રીમલાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે' આ બાબતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું કે, પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળેલા વિદ્યાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે સ્વીકાર્યું કે પોર્ટલ પર સેકન્ડ રાઉન્ડમાં જૂની પસંદગીઓ દેખાતી નથી, જે વિદ્યાર્થીઓની મુખ્ય સમસ્યા છે. આ અંગે GCAS સાથે સતત વાતચીત ચાલી રહી છે અને પોર્ટલને સ્ટ્રીમલાઈન કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સાથે પ્રથમ રાઉન્ડમાં રહી ગયેલા વિદ્યાર્થીઓની જૂની પસંદગીઓને ધ્યાનમાં લઈને વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે. સાથે એન્ટ્રન્સ આપેલા અને ફોર્મ ભરેલા તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે ચકાસીને પ્રવેશ આપવામાં આવશે. ટૂંક સમયમાં સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ લાવીને વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે ફી ભરવાની સુવિધા આપવામાં આવશે. આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓને વાઈસ ચાન્સેલર તથા રજિસ્ટ્રારે પૂર્ણ સહકાર અને બાંહેધરી આપી છે.
Read Original Article →