વિધાર્થીઓની મુશ્કેલી નિવારવા હેલ્પલાઈન જાહેર:MSUમાં બી.કોમ. માટે મોક એન્ટ્રન્સ ટેસ્ટ 8500 વિદ્યાર્થીઓએ આપી, 26 મેએ મુખ્ય પરીક્ષા યોજાશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઑફ કોમર્સ દ્વારા બી.કોમ. પ્રવેશ માટે યોજાયેલી મોક ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં 8,500થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. લોગિન સંબંધિત સમસ્યા હોય તો GCAS Help Centreનો સંપર્ક કરવો
જે અરજદારો ટેકનિકલ કારણોસર જેમ કે યુઝર આઈડી અને પાસવર્ડ ન મળવા, ગુમ થઈ જવા અથવા અન્ય લોગિન સંબંધિત સમસ્યાઓને કારણે મોક ટેસ્ટ આપી શક્યા ન હતા, તેઓને સૂચના આપવામાં આવે છે કે તેઓ GCAS Help Centre, રૂમ નં. M-4, Main Building, ફેકલ્ટી ઑફ કોમર્સ, વડોદરા ખાતે સવારે 10:30થી બપોરે 1:30 દરમિયાન સંપર્ક કરી પોતાનું યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. એન્ટ્રન્સ પરીક્ષા 26 મેએ યોજાશે
બી.કોમ. (ઓનર્સ) પ્રવેશ માટેની નિયમિત ઓનલાઈન એન્ટ્રન્સ પરીક્ષા 26 મેના રોજ સવારે 10:00 થી બપોરે 12:00 દરમિયાન યોજાશે. તમામ અરજદારોને મોક ટેસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તે જ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાની સૂચના આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને લોગિન ક્રેડેન્શિયલ્સ અગાઉથી મોકલી આપવામાં આવ્યા છે. તેમ છતાં, મુખ્ય પ્રવેશ પરીક્ષાના દિવસે (તા. 26-05-2026) કોઈપણ લોગિન અથવા ટેકનિકલ સમસ્યા સર્જાય તો વિદ્યાર્થીઓ નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે.
Read Original Article →