મોદીનાઈંધણ બચાવવાના સંદેશના ડિજિટલ માધ્યમથી જોડાશે:પાંચ હજાર ઝેન-જીને વ્યસન-સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત કરવા માટે સંકલ્પ લેવડાવાશે

Gujarat5/23/2026, 12:21:35 AM
મોદીનાઈંધણ બચાવવાના સંદેશના ડિજિટલ માધ્યમથી જોડાશે:પાંચ હજાર ઝેન-જીને વ્યસન-સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત કરવા માટે સંકલ્પ લેવડાવાશે
હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના 92માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે 23 મે, શનિવારના રોજ કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં સાંજે 6થી રાતે 10:30 સુધી ગુરુભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ ગુરુભક્તિ મહોત્સવમાં 5 હજાર જનરેશન z (ઝેન ઝી)ને વ્યસન અને સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત કરીને સંસ્કાર સિંચન કરવાનો દિવ્ય સંકલ્પ લેવડાવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ખાતે યોજાનારા મહોત્સવમાં 10 હજાર જેટલા યુવાનો, યુવતીઓ અને સ્થાનિક હરિભક્તો પ્રત્યક્ષ ઉપસ્થિત રહી ગુરુભક્તિનું અર્દ્ય અર્પણ કરશે. વડાપ્રધાનના આહવાનને લઈને ફક્ત વડોદરા-ભરૂચ જિલ્લાના જ ભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. હરિપ્રબોધમ પરિવારના સંતોએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં શારીરિક નુકસાાન કરતા વ્યસનોની સાથે-સાથે ડિજિટલ યુગનું નવુ દૂષણ એટલે કે ‘સોશિયલ મીડિયાનું વ્યસન’ બાળપણ અને યુવાનીને ગ્રસી રહ્યું છે. જેના કારણે પરિવારોઈ વિખરાઈ રહ્યાં છે. આવા સમયમાં ઝેન-ઝી જનરેશનમાં ઉચ્ચ સંસ્કારો, ભક્તિ અને સનાતન ભારતીય સંસ્કૃતિનું સિંચન કરીને આ પરિવાર હરિપ્રસાદસ્વામીજી મહારાજના ચરણોમાં સાચી ગુરુભક્તિ અદા કરવાનો નમ્ર પ્રયાસ છે. વડીલ સંતો દ્વારા સામૈયો ડિજિટલ માધ્યમથી નિહાળી શકાય તેવું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ બચાવવાનો સંદેશો હતો. આ સંદેશાને અનુલક્ષીને વડીલ સંતોએ સામૈયો ડિજિટલથી નિહાળે તેવું આયોજન સંતો દ્વારા કરાયું છે. 1.50 લાખથી વધુ ભક્તો ડિજિટલ માધ્યમથી જોડાશે. સ્વામીજીના ભગીરથ કાર્યોને ભક્તિનૃત્ય દ્વારા પ્રસ્તુત કરાશે આત્મીય યુવા મહોત્સવ સ્વરૂપે દર વર્ષે હરિપ્રસાદ સ્વામીજીનો પ્રાગટ્યદિન ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ઉત્સવમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આત્મીયતાના જીવનમંત્ર અને સમાજમાં આણેલા પરિવર્તનના ભગીરથ કાર્યોને સંવાદ, ભક્તિનૃત્ય અને વિશેષ ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા મંચ પર પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમની મુખ્ય રૂપરેખા સાંજે 6થી 7:30 કલાકે : તમામ ભક્તો માટે મહાપ્રસાદ રાતે 8 થી 10:30 કલાકે : ગુરુભક્તિ મહોત્સવ-સાંસ્કૃતિક પ્રસ્તુતિ વડાપ્રધાન મોદીના ઈંધણ બચાવવાના સંદેશના કારણે 1.50 લાખ ભક્તો ડિજિટલ માધ્યમથી જોડાશે
Read Original Article →