નોકરી ન્યૂઝ:આરએમએસ પોલીટેક્નિકમાં મેગા જોબ ફેર યોજાયો, 35 નામાંકિત કંપની જોડાઈ, 389 ઉમેદવારોને ઓફર અપાઈ

Gujarat4/7/2026, 12:29:29 AM
નોકરી ન્યૂઝ:આરએમએસ પોલીટેક્નિકમાં મેગા જોબ ફેર યોજાયો, 35 નામાંકિત કંપની જોડાઈ, 389 ઉમેદવારોને ઓફર અપાઈ
આજવા રોડ પર આવેલા આરએમએસ પોલિટેક્નિકમાં રોજગાર કચેરી સાથે મળી મેગા જોબ ફેર 2026 યોજાયો હતો. જેમાં 389 ઉમેદવારોને નોકરીની ઓફર અપાઈ હતી. આ મેળામાં 35 કંપની જોડાઈ હતી અને 1 હજારથી વધુ જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એલેમ્બિક, વોલ્ટાસ, એમઆરએફ ટાયર્સ, એપોલો ટાયર્સ, યુપીએલ, પીવીઆર આઇનોક્સ અને સ્નાઇડર જેવી કંપનીએ ઈન્ટરવ્યુ લીધાં હતાં. રોજગાર કચેરીના અધિકારીએ કહ્યું, ‘ઉમેદવારોને એક સ્થળે અનેક વિકલ્પો મળે તે હેતુથી આ મેળો યોજાયો.’ આ મેળામાં 700થી વધુ આઇટીઆઇ, ડિપ્લોમા અને ડિગ્રી ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
Read Original Article →