રમતગમતમાં ઝળહળતી સિદ્ધિ:એથ્લેટિક્સમાં 5.42 મીટરની છલાંગ લગાવી મયૂરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
છત્તીસગઢનાં જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’માં એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એથ્લેટ મયૂરી ગામીતે એથ્લેટીક્સની સ્પર્ધામાં લાંબી કુદની ઈવેન્ટમાં 5.42 મીટરની લાંબી છલાંગ લગાવી સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી ‘બ્રોન્ઝ મેડલ’ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો. રણછોડ રથવીએ જણાવ્યુ હતુ. મયૂરી ગામીતને સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક એથ્લેટીક્સ કોચ પિંકલ આહિર, આસી.પ્રોફેસર નિશા નાઈકોડી અને હરેશ ભવાનીએ માર્ગદર્શન આપ્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધારવા બદલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા.
Read Original Article →