આવેશમાં સાગરે ઢીમ ઢાળી દીધું:પરિવારને પ્રેમ સંબંધ જણાવવાની ધમકી આપતાં પ્રેમિકાની હત્યા કરી
સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાંથી મળી આવેલા મહિલાના કંકાલ મામલે પોલીસે મહિલાના પ્રેમી સાગર મકવાણાની ધરપકડ કરી છે. મૃતક મહિલાએ પોતાના પ્રેમસંબંધની જાણ પરિવારને કરી દેવાની ધમકી પ્રેમી સાગરને આપી હતી. જેના કારણે સાગરે આવેશમાં આવીને ગળુ દબાવીને પ્રેમીકાની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં નિલગીરીના ખેતરમાંથી મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. લાશને જોતા હત્યા કેટલા દિવસો પહેલા થઈ તે ઓળખ કરવી થોડી મુશ્કેલ હતી. જ્યારે આ લાશ કોની છે તે અંગે પોલીસને જાણ ન હતી. જેથી આ સમગ્ર ઘટનાની તપાસ માટે જુદી જુદી પોલીસની 8 ટીમો બનાવવામાં આવી હતી. જ્યારે લાશ મળી તેની આસપાસના સીસીટીવી તપાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે સ્થળથી મહિલાની લાશ મળી તેની નજીક મેલડી માતાજીનું મંદિર હતું. કદાચ આ મંદિરમાં મહિલા દર્શન કરવા આવી હોઈ શકે છે. જેથી પોલીસે લાશ પાસેથી મળેલા કપડાના આધારે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને તપાસવાનું સીસીટીવીના આધારે શરૂ કર્યું હતું. જેમાં મહિલા જોવા મળી હતી. ત્યારબાદ મહિલા સાબરકાંઠાના આંત્રરોલીની રહેવાસી ભાવનાબેન અર્જૂનસિંહ પરમાર તરીકે ઓળખ થઈ હતી. પોલીસ તપાસમાં ભાવનાબેનની હત્યા સાબરકાંઠાનો જ રહેવાસી સાગરસિંઘ દિપસિંઘ મકવાણાએ કરી હોવાનું બહાર આવ્યું હતું. સાગરસિંઘ મંજુસરમાં નોકરી કરતો હતો અને વિરોદ ખાતે રહેતો હતો. જ્યારે છેલ્લા 6 મહિનાથી સાગર મકવાણા (ઉ.વ.30) અને ભાવના પરમાર (ઉ.વ.45) વચ્ચે પ્રેમસંબંધ હતો. ભાવનાએ પોતાના ચાંદીના કડા ગીરવે મુકેલા હતા તે છોડાવવા માટે સાગરે રૂપીયા આપ્યાં હતાં. જ્યારે સાગર રૂપીયા વારંવાર પરત માંગતો હતો. જોકે બીજી તરફ ભાવના સાગરને બ્લેકમેઈલ કરતી હતી કે, તે પ્રેમસંબંધની માહિતી તેના પરિવારને કરી દેશે. દરમિયાન 31 માર્ચના રોજ સાગર અને ભાવના મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે અને ત્યાર બાદ બંને મુવાલ ગામની સીમમાં વાતો કરવા બેઠા હોય છે. ત્યારે ભાવના જે બ્લેકમેઈલ કરતી હતી તેના આવેશમાં આવી સાગરે ભાવનાનું ગળું દબાવીને તેની હત્યા કરી દિધી હતી. પોલીસને 14 દિવસ બાદ મહિલાની લાશ મળી આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલાનું કંકાલ મુવાલની સીમમાંથી તેની હત્યા થયાના 14 દિવસ પછી મળ્યુ હતું. જેના આધારે પોલીસ દ્વારા તેની ઓળખની શરૂઆત કરવામાં આવી હતી. મહિલાની ભાળ માટે સીસીટીવીમાં સવા લાખ લોકોને ચકાસવા પડ્યા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે પોલીસે મેલડી માતાના મંદિરની આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા અને સવા લાખ લોકોના ચહેરા અને કપડાં તપાસ્યાં હતાં. મૃતકના કંકાલ પાસેથી મળેલા કપડાંના આધારે 31 માર્ચના રોજ આરોપી અને મૃતક મહિલાની હાજરી મંદિરમાં દેખાઈ હતી. આ કેસમાં સાગરસિંહની ધરપકડ કરવામાં આવી છે. બંને વચ્ચે છેલ્લા છ મહિનાથી પ્રેમ સંબંધ હતો. આરોપી પરિણીત છે અને તેને સંતાનો પણ છે. જ્યારે મૃતક મહિલા વિધવા હતા. આરોપી 8 પાસ, પરણેલો અને બાળકોનો પિતા જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, આરોપી સાગર મકવાણા 8 ધોરણ સુધી ભણેલો છે. તેમજ તેને લગ્ન કરેલા છે ઉપરાંત બાળકો પણ છે. જ્યારે મૃતક ભાવના વિધવા છે. સાગર મંજુસરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે સાગરની વિરોદ ગામમાંથી ધરપકડ કરી છે. મૃતક ભાવનાબેન પરમાર વાતો કરતાં મહિલાએ ધમકી આપી, આવેશમાં સાગરે ઢીમ ઢાળી દીધું મુવાલથી મળેલા મહિલાના કંકાલ કેસમાં આરોપી પ્રેમી પકડાયો પ્રેમી મંજૂસરમાં નોકરી કરતો, વિરોદથી પકડાયો
Read Original Article →