મધ્યપ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓની બસ-કાર પર પથ્થરમારો:બેને ઈજા, હદ મામલે પોલીસે ખો આપ્યાનો આક્ષેપ, નીતિન ગડકરી હાઈવે બનાવે તો સિક્યુરિટીની જવાબદારી પણ લે: પ્રવાસી
વડોદરાથી ફરવા ગયેલા પ્રવાસીઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મધ્ય પ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 20થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા ડ્રાઇવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથે બસને પણ મોટું નુકસાન થયું છે. આ પ્રવાસીઓને આક્ષેપો છે કે સ્થાનિક પોલીસ અને મેડિકલ સેવા પણ સમયસર મળી નથી. એટલું જ નહીં અન્ય કેટલીક ગાડીઓ પર પણ પથ્થરમારો થયો હોવાના વિડિયો સામે આવ્યા છે. ઘટના બાદ ખાનગી બસના આગળના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તો સાથે ડ્રાઇવર પણ ઈજાગ્રસ્ત થયો હતો. બસ જ્યારે એમપી-જાંબુઆ રોડ પરના ટોલ ટેક્સ પર પહોંચી તે દરમ્યાન તેને રોકવામાં આવે છે. એક વ્યક્તિને વીડિયો બનાવી કહ્યું પથ્થરમારો થયો હોવા છતાં આ ટોલ કર્મીઓ પરેશાન કરી રહ્યા છે. નીતિન ગડકરી સાહબને ખબર હોવી જોઈએ કે હાઇવે બનાવે છે તો ગાડીઓની સિક્યુરિટીની જવાબદારી પણ તેઓની હોય છે. ગાડીમાં લૂંટફાટ થઈ હોવા છતા આ લોકો પૈસા માંગી રહ્યા છે. વડોદરાથી પ્રવાસીઓ ઉજ્જૈન, કાશી ફરવા નીકળ્યા હતા
વડોદરાના પ્રવાસીઓ 10 મેએ વડોદરાથી ખાનગી બસ મારફતે ઉજ્જૈન, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા સહિતના સ્થળોએ પ્રવાસે ગયા હતા. ગત રાત્રે તેઓ ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે મધ્ય પ્રદેશના એક ટોલબૂથ પહેલા 20થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેના કારણે ડ્રાઈવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાથે પાછળ આવતી અન્ય ગાડીઓ પર હુમલો થયો હોવાના વીડિયો સામે આવ્યા છે. પ્રવાસીઓની માંગ છે કે તેઓને કોઈની મદદ મળી નથી. બસ અને ચાર અન્ય ગાડીઓને નિશાન બનાવી
આ ઘટના અંગે એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, રાત્રે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમે પસાર થતા હતા ત્યારે અચાનક 20થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા ડ્રાઈવરે બસ ઉભી રાખવાની જગ્યાએ હિંમત રાખી દોડાવી હતી. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. સાથે અન્ય ચાર ગાડીઓ પર પણ હુમલો થયો છે. આ ઘટનામાં મધ્ય પ્રદેશ પોલીસે કોઈ મદદ કરી નથી. સાથે મેડિકલ ટીમ પણ સમય કરતા મોડી પહોંચી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસને જાણ કરી છતાં દોઢ કલાકે આવી
આ ઘટના અંગે ખાનગી ટ્રાવેલ્સના ચાલકે જણાવ્યું હતું કે, અમે બસ લઈને એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. 20 થી 25 લોકોના ટોળાએ બા રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે મેં રોકી ન હતી. બસ નજીક આવતા જ તેઓએ પથ્થરમારો કર્યો હતો. પોલીસને અમે જાણ કરી છતાં દોઢ કલાકે આવી હતી સાથે મેડિકલ સેવા પણ મળી નથી. બસ રોકી હોત તો બધા લૂંટાઈ જાત. 'ફરી આ રૂટ પર મુસાફરી નહીં કરીએ'
આ સમગ્ર મુદ્દે ટ્રાવેલ્સ માલિક ઓમકારભાઈ ચાફેકરે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. મારી ગાડીને અંદાજિત ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ડ્રાઈવર બસ લઈને પસાર થતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો અને સદનસીબે બધાનો જીવ બચ્યો છે . આ બાબતે જે તે સમયે પોલીસને બોલાવી હતી, પરંતુ એક બીજાની હદ ન લાગતી હોવાનું જણાવી ખો આપ્યો હતો. આજે સહી સલામત પેસેન્જર પરત ફર્યાં છે. ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે. હવે આ રૂટ પર રાત્રે ફરી મુસાફરી કરવી જોખમ જે જેથી ફરી આ રૂટ પર મુસાફરી નહીં કરીએ. આગળ રજૂઆત માગે કહ્યું કે અમે વિચારી રહ્યા છીએ કે શું કરવું.
Read Original Article →