સ્થાનિક રહીશોમાં રોષ, વેપારી સામે કાર્યવાહીની માગ:પાણીની કટોકટી વચ્ચે વેપારીએ પાલિકાનો હેન્ડપંપ ઉખાડી નાખ્યો

Gujarat5/23/2026, 12:10:22 AM
શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે હુજરાત પાગા વિસ્તારમાં એક વેપારીની જોહુકમી સામે આવી છે. પોતાના બાંધકામમાં નડતરરૂપ હોવાનું બહાનું ધરીને આ વેપારીએ પાલિકાની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના જ વર્ષો જૂનો સરકારી હેન્ડપંપ ઉખાડી ફેંક્યો હોવાના આક્ષેપ થયા છે. વેપારીના આ કારસ્તાનને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના હુજરાત પાગા રોડ પર આવેલા હેન્ડપંપનો ઉપયોગ સ્થાનિક શ્રમિક અને મધ્યમવર્ગીય પરિવારો વર્ષોથી પાણી મેળવવા માટે કરતા હતા. ચાલુ ઉનાળામાં જ્યારે પાણીની ભારે બુમરાણ છે ત્યારે આ જાહેર પાણીના સ્ત્રોતનો નાશ કરી દેવાતાં રહીશોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, વેપારીએ આખેઆખો હેન્ડપંપ ગાયબ કરી દીધો છતાં કોર્પોરેશનના અધિકારીઓ ઘોર નિદ્રામાં રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ કરી છે. સ્થાનિક રહીશોએ ભેગા મળીને આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને વેપારી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી હતી. હુજરતપાગામાં બાંધકામમાં નડતર હોવાના બહાને કૃત્ય
Read Original Article →