નર્મદા કેનાલ પાસે લાઇન ક્રોસિંગ અને વાલ્વની કામગીરી કરાશે:સમા-સાવલી રોડથી છાણી જતો રસ્તો 20 દિવસ બંધ
પાલિકા દ્વારા સમા-સાવલી રોડ નર્મદા કેનાલ પાસે લાઇન ક્રોસિંગ અને વાલ્વ બેસાડવાની ભારે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે 20 દિવસ સુધી છાણી કેનાલ રોડથી સમા કેનાલ રોડ સુધીનો રૂટ બંધ રાખવામાં આવ્યો છે. આ સંજોગોમાં વાહન વ્યવહાર પ્રભાવિત થશે અને લોકોએ વૈકલ્પિક માર્ગે જવું પડશે. પાલિકા દ્વારા રોડ નર્મદા કેનાલના બંને છેડાના ભાગમાં જોડાણ કરીને વાલ્વ બેસાડી કેનાલની નીચેથી પસાર થતી મહીસાગરની હયાત મુખ્ય ફીડર નળિકા કાર્યરત કરવાનું આયોજન કરાયું છે. આ કામગીરી ખૂબ જ ઊંડાણમાં હોવાથી ત્યાં હેવી પાઇપો, માટી ખોદાણ, જેસીબી અને હાઇડ્રા જેવી ભારે મશીનરીની સતત અવર-જવર રહેશે. સમા કેનાલથી અબેકસ સર્કલ તરફ જતા રસ્તે જગદીશ ફુડ ઝોન પાસે છાણી તરફ જતો રસ્તો રોડ ક્રોસિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો પૃથ્વી સર્કલથી ખોડિયાર નગર થઈ સમા-સાવલી દુમાડ ચોકડી તરફ જઈ શકશે.
Read Original Article →