બાતમીના આધારે દરોડો પાડ્યો:કપુરાઈ પોલીસે આજવા ચોકડી પાસે જુગાર રમતા 6 શખસોને રૂ. 1.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Gujarat5/22/2026, 3:49:33 AM
બાતમીના આધારે દરોડો પાડ્યો:કપુરાઈ પોલીસે આજવા ચોકડી પાસે જુગાર રમતા 6 શખસોને રૂ. 1.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે વડોદરા શહેર પોલીસ અવાર નવાર કાર્યવાહી કરતી હોય છે. ત્યારે કપુરાઈ પોલીસે આજવા ચોકડી પાસેથી જુગાર રમતા છ શખસોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમતા હોવાની બાતમી મળી હતી કપુરાઈ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે આજવા ચોકડી પાસે બંધ ઇન્ડીયન પેટ્રોલપંપ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો ભેગા થઈ પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ પાડીને પત્તા-પાના વડે જુગાર રમતા કુલ 6 શખસોને ઝડપી પાડ્યા હતા. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,03,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓનાં નામ
Read Original Article →