અકસ્માત:ઇસ્કોન મંદિરેથી મળસ્કે માળા કરી પરત ફરતા કિશનનું બાઇક ફતેગંજ બ્રિજ પર સ્લિપ થતાં ઘટના સ્થળે જ મોત

Gujarat5/24/2026, 12:17:31 AM
અકસ્માત:ઇસ્કોન મંદિરેથી મળસ્કે માળા કરી પરત ફરતા કિશનનું બાઇક ફતેગંજ બ્રિજ પર સ્લિપ થતાં ઘટના સ્થળે જ મોત
આજવા રોડ રહેતો યુવક શનિવારે સવારે ઈસ્કોન મંદિરમાં માળા કરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતા તેનું ફતેગંજ બ્રિજ પર બાઈક સ્લીપ થતાં ડિવાઈડર સાથે ભટકાતા મોત થયું હતું. યુવક રોજ ઇસ્કોનમાં માળા કરીને જ પાણી પીતો હતો. ધ પેલેસ સોસાયટીમાં રહેતો 21 વર્ષીય કિશન આચાર્ય ખાનગી યુનિ.માં ભણતો હતો. નિત્યક્રમ મુજબ તે શનિવારે બાઈક લઈને ઈસ્કોન મંદિરે માળા કરવા માટે ગયો હતો. મળસ્કે તે મંદિરથી પરત ફરતો હતો. તે ફતેગંજ બ્રિજ પર પહોંચ્યો ત્યારે સેવનસીઝ મોલ સામે બાઈક સ્લીપ થતા ડિવાઈડર સાથે ભટકાતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. કિશનના પિતાના મિત્ર વિનોદ ગોસ્વામીએ જણાવ્યું કે, અકસ્માત થયો ત્યાં રેતી પથરાયેલી હતી. તેના કારણે બાઈક સ્લીપ થયુ હતું. આજવા રોડ રહેતા યુવકનો 365 દિવસ માળા કરવાનો નિયમ હતો,માળા વિના પાણી પણ ગ્રહણ નહોતો કરતો શનિવારે હેલ્મેટ પહેરીને ન ગયો અને અકસ્માત થયો કિશનના નિત્ય ક્રમ મુજબ તે આજવા રોડ પોતાના ઘરેથી ગોત્રી ઈસ્કોન મંદિર માળા કરવા માટે બાઈક લઈને જતો હતો. જેથી તે દરરોજ હેલ્મેટ પહેરીને મંદિરે જતો હતો. જોકે શનિવારે જ હેલ્મેટ પહેરીને નહોતો ગયો અને તે જ દિવસે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. ઘટના બનતા પરિવાર શોકમાં સરી ગયો છે.
Read Original Article →