અર્થ આઇકોન-2 ભક્તિના રંગે રંગાયું:ખોડીયાર નગરમાં શ્રદ્ધાળુઓની જનમેદની વચ્ચે સુંદરકાંડના પાઠથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ગુંજારવ
વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ અર્થ આઇકોન-2 ખાતે તાજેતરમાં એક ભવ્ય અને ભક્તિમય સુંદરકાંડ પાઠનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ઉમટી પડતા સમગ્ર વિસ્તાર આધ્યાત્મિકતા અને ભક્તિભાવના સૂરથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમના આયોજનથી સ્થાનિક રહીશોમાં અનેરી ખુશી જોવા મળી હતી. સ્થાનિક રહીશો અને સોસાયટીનો સહકાર આ ધાર્મિક ઉત્સવમાં સંકે સોસાયટીના સભ્યો તેમજ આસપાસના સ્થાનિક રહેવાસીઓએ ખૂબ જ ઉમંગભેર ભાગ લીધો હતો. સુંદરકાંડના પાઠ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થઈ ગયા હતા અને સમૂહ પાઠનો ધાર્મિક લાભ લીધો હતો. ભજન અને મંત્રોચ્ચારના કારણે વાતાવરણ અત્યંત પવિત્ર અને સકારાત્મક બની ગયું હતું. આયોજકો અને મહાનુભાવોની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન અશોકભાઈ જેસીધાણી, પ્રમુખ વિશાલભાઈ અને હિતેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોના સચોટ સંકલન અને રાત-દિવસની મહેનતને પરિણામે આ કાર્યક્રમ નિર્વિઘ્ને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પૂર્વ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર તથા સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતાનો સંદેશ આ પ્રકારના ધાર્મિક આયોજનો માત્ર ભક્તિ પૂરતા મર્યાદિત ન રહેતા, સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મક ઊર્જા ફેલાવવાનું પણ ઉત્તમ કાર્ય કરે છે. અર્થ આઇકોન-2 ખાતે થયેલું આ આયોજન સામાજિક સમરસતા વધારવાની દિશામાં એક સરાહનીય પ્રયત્ન સાબિત થયું છે.
Read Original Article →