ફરિયાદીનો હળવી કલમો લગાવવાનો આક્ષેપ:કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ પોલીસમાં હાજર થઇ જામીન પર મુક્ત

Gujarat5/28/2026, 12:00:00 AM
ફરિયાદીનો હળવી કલમો લગાવવાનો આક્ષેપ:કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ પોલીસમાં હાજર થઇ જામીન પર મુક્ત
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતોની વલણ પોલીસે મંગળવારે મોડી રાતે ધરપકડ કરી હતી. આખી રાત લોકઅપમાં રહ્યા બાદ, ધારાસભ્યના પુત્ર સહિતના આરોપીઓને બુધવારે બપોરે મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતા. જ્યાં અદાલતે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં ફરિયાદીનો આક્ષેપ હતો કે, ઋષિ પટેલને બચાવવા માટે પોલીસે હળવી કલમો લગાવી હતી. જેના કારણે તેને સરળતાથી જામીન મળી ગયા છે. ફરિયાદીએ મેડિકલ રિપોર્ટના આધારે આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. જોકે, પોલીસે પ્રાથમિક કલમોના આધારે જ આરોપીઓને જામીન આપી દીધા હતા. જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને તપાસમાં હાજર રહેવા નોટિસ અપાઈ હતી. આરોપીઓ મંગળવારે વલણ પોલીસ મથકે હાજર થયા હતા. પોલીસે તમામ આરોપીઓના નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ રાત્રે 9:30 કલાકે તમામની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાની તપાસ ડિવાયએસપીને સોંપી દેવાઈ હતી. આ દરમિયાન ઋષિ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની અફવાઓ ઊડી હતી. આથી જિલ્લા પોલીસે રીજનલ પાસપોર્ટ ઓફિસરને પત્ર લખીને ઋષિના પ્રવાસ અંગેની વિગતો પણ માંગી હતી. ઝઘડિયાના ઇન્દોર ગામમાં રહેતા નટવર વસાવાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઋષિ અક્ષય પટેલ, જયદત્તસિંહ હિતેન્દ્રસિંહ રાજ, સાહિલ, જાવેદ પઠાણ અને વિજય સામે ગુનો નોંધાયો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે, 15 મેના રોજ આરોપીઓએ મારી નાખવાના ઇરાદે તેમને રૂમમાં ઊંધા લટકાવી ઢોર માર મારતાં તેમના એક હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમજ ગંભીર ઈજાઓના કારણે વ્યક્તિનું મૃત્યું નિપજી શકે છે. રાજકીય દબાણને વશ થઈને પોલીસે મામલો પુરો કર્યો ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ સામે નોંધાયેલા ગુના બાદ પોલીસે સમગ્ર મામલો શાંત પડતાં જ ચુપકીદીથી આરોપીઓને વલણ પોલીસ મથકમાં હાજર કરાવીને તેમના જામીન કરાવી દિધા હતાં. જો પોલીસ ઋષિની ધરપકડ કરે તો સમગ્ર મામલો મીડીયા, સહિત જગ્યા પર જાહેર થયો હોત. પરંતું પોલીસે ચાલાકીથી સમગ્ર મામલો જ દબાવીને ધરપકડ બતાવીને જામીન પણ અપાવી દિધા હતાં. મંગળવારે ધરપકડ કર્યા બાદ બુધવારે જામીન અપાયા ઋષિ પટેલ અને તેના સાથીદારોને તેમની સામે નોંધાયેલા ગુના અંગે હાજર થવા માટે નોટીસ આપવામાં આવી હતી. જે બાદ બુધવારે બપોરે હાજર થતા ધરપકડ કરાયા બાદ એક રાત લોકઅપમાં રાખવામાં આવ્યાં હતાં. બુધવારે મામલતદાર સમક્ષ હાજર કરીને તેમને જામીન આપવામાં આવ્યાં છે. > સુશિલ અગ્રવાલ,એસપી, વડોદરા જિલ્લો હત્યાનો પ્રયાસ અને હથિયારો વડે ગંભીર ઈજાઓ પહોંચાડવાની કલમો ઉમેરવા અરજી ફરિયાદીના જણાવ્યા અનુસાર, મેડિકલ રિપોર્ટ મુજબ ધારાસભ્યના પુત્ર પર બી.એન.એસની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 118 (2) (ખતરનાક હથિયારો કે સાધનો વડે ગંભીર ઈજાઓ પહોંચાડવી) મુજબ ગુનો બને છે. તેમ છતાં પોલીસે તપાસ કર્યા વગર આ કલમો એફઆઈઆરમાં દાખલ કરી નથી.
Read Original Article →