જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:કપુરાઈ પોલીસે રોકડ, મોબાઈલ, મોપેડ સહિત 90 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, સોમાતળાવ ભંગારની દુકાનવાળી ગલીમાં ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા પાંચ શખસ જુગાર રમતા ઝડપાયા હતા. કપુરાઈ પોલીસે રોકડ રકમ, મોબાઈલ, મોપેડ સહિત કુલ રૂપિયા 90,200નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીઓના નામ
1. રાજેશ શાંતિલાલ પટેલ (ઉં.વ. 42, રહે. ગણેશનગર-2, ડભોઈ રોડ)
2. મનહરસિંહ ગણપતસિંહ જાદવ (ઉં.વ. 39, રહે. ખારવા ચાલી, કુંભારવાડા)
3. ભાવેશ વિષ્ણુભાઈ પાટણવાડીયા (ઉં.વ. 36, રહે. ગીતાંજલી સોસાયટી, કપુરાઈ ચોકડી)
4. ઉમેશકુમાર હસમુખભાઈ વાળંદ (ઉં.વ. 36, રહે. શિવ સ્પંદન સોસાયટી, ગુરુકુળ ચાર રસ્તા)
5. શરીફ અકબરભાઈ ગરાસીયા (ઉં.વ. 37, રહે. સોમાતળાવ વુડાના મકાન)
Read Original Article →