જાવેદ અલીએ વાતવારણને સંગીતમય બનાવી દીધું:સિગ્મા યુનિ.માં બોલિવુડના ‘શ્રીવલ્લી’, ‘તુમ તક’ ગીતોની મ્યૂઝિકલ નાઇટ

Gujarat4/9/2026, 12:43:25 AM
જાવેદ અલીએ વાતવારણને સંગીતમય બનાવી દીધું:સિગ્મા યુનિ.માં બોલિવુડના ‘શ્રીવલ્લી’, ‘તુમ તક’ ગીતોની મ્યૂઝિકલ નાઇટ
સિગ્મા યુનિવર્સિટીમાં યોજાયેલ કલ્ચરલ ગાલા 2026 દરમિયાન પ્રસિદ્ધ ગાયક કલાકાર જાવેદ અલીએ પોતાના લાઈવ પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. તેમના સુરીલા અવાજે હાજર દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જાવેદ અલીએ ‘કુન ફાયા કુન’, ‘તુમ તક’, ‘ગુઝારીશ’ અને ‘શ્રવલ્લી’ જેવા લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા. તેમના અવાજની ઊંડાણ અને સ્ટેજ પરની ઊર્જાએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. વિદ્યાર્થીઓ અને સંગીતપ્રેમીઓ માટે આ સાંજ ખાસ બની રહી. પ્રેક્ષકોના ઉત્સાહ અને તાલીઓ વચ્ચે જાવેદ અલીનું પરફોર્મન્સ કલ્ચરલ ગાલા 2026નો સૌથી મોટો હાઇલાઇટ બની રહ્યો. કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ સંગીતની મજા માણી હતી. તેમજ તેમના મનગમતા બોલિવુડના લાઇવ ગીતો સાંભળવાનો લાહ્વો મેળવ્યો હતો.
Read Original Article →