કૌભાંડ:આંતરરાષ્ટ્રીય નકલી કોલ સેન્ટર કૌભાંડમાં 4 જણાની ટોળકી ઉપરાંત મહિલાની પણ સંડોવણી હોવાની શંકા

Gujarat6/9/2026, 12:03:45 AM
કૌભાંડ:આંતરરાષ્ટ્રીય નકલી કોલ સેન્ટર કૌભાંડમાં 4 જણાની ટોળકી ઉપરાંત મહિલાની પણ સંડોવણી હોવાની શંકા
શહેરના પોશ વિસ્તાર રેસકોર્સ રોડ પર આવેલા બેરિલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય નકલી કોલ સેન્ટરને એલસીબી ઝોન-2ની ટીમે પકડી પાડ્યું હતું. પોલીસે ચાર જણાની ફ્લેટમાંથી ધરપકડ કરી હતી. જોકે આ કૌભાંડમાં એક મહિલાની પણ સંડોવણી હોવાની શંકા ઉભી થઈ હતી. ટોળકી અમેરિકન નાગરિકોને તમારી લોન મંજૂર થઈ છે, કહીને પ્રોસેસિંગ ફીના નામે 150-200 ડોલર પડાવતા હતા. બીજી બાજુ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘ફ્લેટમાં એક મહિલા મુખ્ય સૂત્રધાર કરણ લોકવાણી સાથે રહેતી હતી. પોલીસે ફ્લેટ પર દરોડો પાડ્યો, ત્યારે ચાર જણા સાથે તે મહિલા પણ હાજર હતી. તે ફ્લેટ પર જ રહેતી હતી. પોલીસ હાજર હતી. ત્યારે મહિલા મોપેડ લઈને જતી રહી હતી. ટોળકી કહેતી હતી કે, નાઇટમાં નોકરી કરે છે. જુદા-જુદા લોકો રાત્રે 2-3 વાગ્યા આસપાસ પણ ફ્લેટ પર આવતા હતા. પછી તેઓ આખો દિવસ ઘરે રહેતા હતા’. અકોટા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પોલીસે ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેની સામે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓ ડોલરને કેવી રીતે કન્વર્ટ કરીને ભારત મગાવતા, અન્ય કોણ સંડોવાયેલુ છે, કોણ મદદગારી કરતું હતું, સહિતની તપાસ કરવામાં આવનાર છે. ટોળકી સાથે સંડોવાયેલા અમેરિકન નાગરિકે માહિતી ડિલીટ કરી દીધાની શંકા, કરણના ફોનને એફએસએલમાં તપાસ માટે મોકલાયો ઠગાઈ કરી મેળવેલા ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીને મોકલનાર એક અમેરિક નાગરિકની સંડોવણી બહાર આવી હતી. જોકે તે રેસકોર્ષ ખાતે રહેતી ટોળકી સાથે સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં હતો. તે 20-25 ટકા કમિશન પણ મેળવતો હતો. જોકે ટોળકી પકડાયાનું બહાર આવતા તે વ્યક્તિએ સોશિયલ મીડિયા પરથી તમામ માહિતી ડિલિટ કરી દીધી હોવાનું પોલીસને શંકા છે. જોકે પોલીસ કરણના ફોનને એફએસએલમાં મોકલીને તપાસ કરશેે. પકડાયેલા આરોપી મહિલાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરાઈ પોલીસે એક મહિલાનું નિવેદન નોંધ્યું છે. સાથે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જરૂર જણાશે તો આગળની કાર્યવાહી કરશે. > ડી.વી.બલદાણિયા, પીઆઈ અકોટા પોલીસ સ્ટેશન. કરણ લોકવાણીના પાનકાર્ડના આધારે બેંક ડિટેઇલ મગાવાશે કરણ લોકવાણીના બેંક ખાતાની પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી. કરણ હવે કોણા બેંક ખાતાનો ઉપયોગ કરતો હતો અને તે ઠગાઈના રૂપિયા કેવી રીતે મેળવતો હતો તે જાણવા તપાસ શરૂ કરાઈ. કરણના પાનકાર્ડ આધારે તેની બેંક ડિટેઇલ પોલીસ મગાવશે. ઠગાઈ 2100 ડોલર મેળવ્યા હોવાનું જણાવ્યું પોલીસે ટોળકીની પૂછપરછ કરી હતી કે, તેમને કેટલા લોકોને ઠગ્યા હતા. જોકે આરોપીએ વધુ સ્પષ્ટતા કરી નહોતી. તેઓ પોલીસને કહેતા હતા કે, તેમને ઠગાઈ કરીને 2100 ડોલર મેળવ્યા હતા. જોકે તે સાચુ છે કે, ખોટુ તે મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →