આવકવેરા વિષયક સેમિનાર યોજાયો:ભાગીદારને 20 હજારથી વધુની ચૂકવણી કરાય તો 10 ટકા TDS કાપવો ફરજિયાત

Gujarat4/7/2026, 12:22:16 AM
આવકવેરા વિષયક સેમિનાર યોજાયો:ભાગીદારને 20 હજારથી વધુની ચૂકવણી કરાય તો 10 ટકા TDS કાપવો ફરજિયાત
ગુજરાત કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન દ્વારા સયાજીગંજના વાકળ સેવા કેન્દ્ર ખાતે આવકવેરા વિષયક સેમિનાર યોજાયો હતો. શનિવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન યોજાયેલા આ સેમિનારમાં 150થી સભ્યો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિયુષ શાહે આવકવેરા રિટર્ન ફાઈલિંગ સીઝન 2025-26 માટેની તૈયારી, વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સ રિટર્ન ભરતી વખતે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને આઇટીઆર ફોર્મ નંબર 1 થી 7માં કરવામાં આવેલા ફેરફારો અને રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અંગે તેમણે માહિતી આપી હતી. વક્તાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ભાગીદારી પેઢી ટેક્સના નિયમોનું પાલન નહીં કરે, તો ભાગીદારોને ચૂકવેલું વેતન કે બોનસ પેઢીની આવકમાં ઉમેરી દેવામાં આવશે. જો ભાગીદારને 20,000 રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવે તો 10 ટકા ટીડીએસ કાપવો ફરજિયાત છે. નિયમભંગની સ્થિતિમાં દરરોજ 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સભ્ય મનુભાઈ વાગેલા, ભાસ્કર પટેલ, પ્રમુખ દીપક અમીન, સેક્રેટરી ધર્મેશ ગાંધી અને ટ્રેઝરર મનીષ શાહ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 150થી વધુ સભ્યો અને સ્ટાફે આ સેમિનારનો લાભ લીધો હતો.
Read Original Article →